ઘરે તૈયાર શેમ્પુ ફાયદાકારક

ખરતા વાળને રોકવામાં મદદરૂપ બની શકે
By: admin   PUBLISHED: Mon, 10 Jun 2019 15:44:22 +0530 | UPDATED: Mon, 10 Jun 2019 15:44:22 +0530

આધુનિક સમયમાં લોકો ખરતા વાળની સમસ્યાને લઇને ભારે પરેશાન છે. આ સમસ્યાને રોકવા માટે હાલના સમયમાં લોકો જંગી નાણાં ખર્ચ કરે છે. ખરતા વાળની સમસ્યાને રોકવા માટે લોકો બજારમાં ઉપલબ્ધ તમામ પ્રકારની પ્રોડક્ટસ અને હેયર ટ્રીટમેન્ટનો ઉપયોગ કરે છે પરંતુ સફળતા હાંસલ થતી નથી. તેની પાછળ કેટલાક કારણ હોઇ શકે છે. ખરાબ લાઇફસ્ટાઇલ અને ભોજનની અનિયમિત ટેવ પણ આના માટે જવાબદાર છે. કેટલીક વખત વ્યસ્ત લાઇફના કારણે અમે હેલ્થી ડાયટ લઇ શકતા નથી. સાથે સાથે પુરતી ઉંઘ પણ મળતી નથી. શરીરમાં જરૂરી પૌષક તત્વોની કમી થઇ જાય છે. આની પ્રતિકુળ અસર આરોગ્ય પર પણ થાય છે. વાળ પર તેની અસર દેખાય છે.

કેટલાક લોકોમાં તો અનુવાંશિક કારણોસરથી પણ વાળ ખરી પડે છે. જો તમારા પણ વાળ ખરી રહ્યા છે તો ઘરમાં તૈયાર કરવામાં આવેલા શેમ્પુનો ઉપયોગ કરીને આ સમસ્યાને હળવી કરી શકાય છે. સાથે સાથે વાળને ખુબસુરત પણ બનાવી શકાય છે. ઘરમાં શેમ્પુ બનાવવા માટે ત્રણ ચીજોની જરૂર હોય છે. જેમાં આંવળાની જરૂર ખાસ હોય છે. સાથે સાથે શિકાકાઇની પણ જરૂર પડે છે. રીઠા જો ૫૦ ગ્રામ છે તો આંવળા અને શિકાકાઇનુ પ્રમાણ પણ ૫૦-૫૦ ગ્રામ રાખવામાં આવે તે જરૂરી છે.

આ ત્રણેય ચીજોને લોખંડના વાસણમાં મુકી દેવામાં આવે છે. લોખંડના વાસણમાં દોઢ લીટર પાણીમાં રાત્રે મુકી દેવામાં આવે છે. આગલા દિવસે આ મિશ્રણને ગેસ પર ઉકાળી દેવામાં આવે છે. પાણી જ્યાં સુધી અડધુ ન થાય ત્યાં સુધી તેને ઉકાળવામાં આવે છે. ત્યારબાદ ગેસ બંધ કરી દેવામાં આવે છે અને મિશ્રણને ઠંડુ કરવા મુકી દેવામાં આવે છે. ત્યારબાદ તમામ ચીજોને મૈશ કરી લેવામાં આવે છે.

એક કોટન કપડાના મિશ્રણથી તેને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને કોઇ સાધનમાં મુકી દેવામાં આવે છે. સપ્તાહમાં ત્રણ દિવસ તેને વાળમાં સારી રીતે લગાવી દેવામાં આવે તો ફાયદો થાય છે. આ લગાવી દેવામાં આવ્યા બાદ હર્બલ શેમ્પુથી માથુ ધોઇ લેવામા ંઆવે છે. આ શેમ્પુ ઓછામાં ઓછા ત્રણ મહિના બાદ તેની અસર દેખાડવી શરૂ કરે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.