ગીરમાં શાકાહારી પ્રાણીઓની વસતિ ગણતરી શરૂ કરાઇ

ગીરમાં દોઢ લાખ જેટલા શાકાહારી પ્રાણીઓ હોવાનો અંદાજ છે.
By: Monika Vyas   PUBLISHED: Wed, 15 May 2019 18:03:11 +0530 | UPDATED: Thu, 23 May 2019 22:28:18 +0530

સાસણ ગીર

ગીરના જંગલોમાં ઘાસ-પાંદડા ખાઇને જીવતા પશુઓની સંખ્યાની ગણતરી શરૂ કરવામાં આવી છે.ગીરમાં વાંદરા,કાળીયાર, ચિંકારા કે નીલગાય જેવા અસંખ્ય તૃણાહારી જીવો છે.ગીરમાં 9 અલગ અલગ જાતિના તૃણાહારી પ્રાણીઓની વસતિ ગણતરી હાથ ધરવામાં આવી છે.

2013-14માં થયેલી તૃણાહારી પ્રાણીની વસતિ ગણતરી થઉ ત્યારે 1.32 લાખ પ્રાણીઓ હતા.

સાસણગીરના સીસીએફ મોહન રામના જણાવ્યા પ્રમાણે ઉનાળાના સમયમાં પ્રાણીઓની વીઝીબીલીટી વધારે હોય છે એટલે વસતિ ગણતરી માટે આ સૌથી સારો સમય છે.ઉનાળામાં પાણીના પોઇન્ટ પર પણ પ્રાણીઓ વધુ જોવા મળે છે એટલે તેમની વસતિ ગણતરી આસાનીથી થઇ શકે છે.

ગીરના જંગલોમાં સિંહોની વસતિ વધી રહી છે અને સિંહોનો મુખ્ય ખોરાક તૃણાહારી પ્રાણીઓ છે.સિંહો માટે પુરતા પ્રમાણમાં તૃણાહારી પ્રાણીઓ છે કે નહીં તેનો ચિતાર પણ આ ગણતરી પછી આવી જશે.ગીરના સિંહોનો મુખ્ય ખોરાક હરણો અને વાંદરા હોય છે.

સિંહો સિવાય દીપડા,જરખ અને શિયાળોનો ખોરાક પણ શાકાહારી પ્રાણીઓ હોય છે.

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે પ્રાણીઓની વસતિ ગણતરી માટે કુલ 19 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં દર વર્ષે શાકાહારી પ્રાણીઓની રોડ કાઉંટ વાહન પદ્ધતિથી વસતી ગણતરી કરવામાં આવે છે. આ ગણતરી માટે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધાન, પાણિયા અભયારણ્ય અને મીતીયાળા અભયારણ્યમાં કુલ 20 રુટ અને ગણતરી માટેની 20 ટીમ બનાવવામાં આવી છે.

 શાકાહારી પ્રાણીઓની વસતિ ગણતરી માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એક ટીમમાં પાંચ વ્યકિતઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વન વિભાગના અધીકારીઓ અને કર્મચારીઓ ગણતરીકાર તરીકે રહેશે. આ ગણતરી સાધનો જેવાકે રેન્જ ફાઇન્ડર,જીપીએસ, અને કેમેરા દ્રારા કરવામાં આવશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.