એચડીએફસી બેન્કની સિદ્ધિ બેસ્ટ મેનેજ કંપની બની ગઈ

સર્વેક્ષણમાં આદિત્ય પુરી શ્રેષ્ઠ સીઇઓ બન્યા
By: admin   PUBLISHED: Fri, 15 Mar 2019 00:15:13 +0530 | UPDATED: Fri, 15 Mar 2019 00:15:13 +0530

વિશ્વના ફાઇનાન્સિયલ મેગેઝીન દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં રોકાણકારો અને એનાલિસ્ટો દ્વારા મત પ્રદર્શિત

એચડીએફસી બેન્કને વિશ્વમાં અગ્રણી ફાઇનાન્સિયલ મેગેઝીન ફાઇનાન્સ એશિયા દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં ભારતમાં બેસ્ટ મેનેજ્ડ કંપની હોવાનો રોકાણકારો અને એનાલિસ્ટોએ મત પ્રદર્શિત કર્યો છે, એચડીએફસી બાદ આ કેટેગરીમાં ટીસીએસ અને હિન્દુસ્તાન યુનિલિવરનો ક્રમ આવે છે. વધુમા બેન્કને બેસ્ટ ગ્રોવ્થ સ્ટ્રેટેજી માટે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. જ્યારે ટોચના ત્રણમાં અન્ય કંપનીઓમાં ટાઇટન અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

એચડીએફસી બેન્કના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આદિત્ય પુરીને પણ આ સર્વેક્ષણમાં ભારતના શ્રેષ્ઠ સીઇઓ હોવાનો મત પ્રદર્શિત કરવામાં આવ્યો છે. વધુમાં બેન્કને ટીસીએસ બાદ પર્યાવરણ અને સામાજિક સંભાળ (ઇએસજી) ક્ષેત્રે બીજો ક્રમાંક અને ઇન્વેસ્ટર રિલેશન્સમાં ટીસીએસ અને ઇન્ફોસિસ બાદ ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો છે.

વિશ્વભરમાંથી આ સર્વેમાં ૧૯મા વર્ષે ૨૪૦ પોર્ટફોલિયો મેનેજરો અને એનાલિસ્ટોએ ભાગ લીધો હતો. મેગેઝીને શ્રેષ્ઠ સિનીયર એક્ઝિક્યુટીવ્સ અને ડિવીડન્ડ ચૂકવણીની આસપાસ શ્રેષ્ઠ પોલિસીઓ ઉપરાંત એશિયામાં બેસ્ટ મેનેજ્ડ કંપની કઇ તેવા પ્રશ્નો રોકાણકારોને પૂછ્યા હતા એમ મેગેઝીને પોતાની વેબસાઇટ પર જણાવ્યું હતું. ફાઇનાન્સ એશિયાના સર્વક્ષણમાં સામે આવેલી નોંધનીય વિગતો બાદ એચડીએફસી બેંકે વધુ એક સિધ્ધિ હાંસલ કરવામાં સફળતા મેળવી છે.  

ફાઇનાન્સ એશિયા સર્વે ૨૦૧૯ની રેન્કીંગ......

બેસ્ટ મેનેજ્ડ કંપની એચડીએફસી બેન્કને પ્રથમ ક્રમાંક

બેસ્ટ ગ્રોવ્થ સ્ટ્રેટેજી એચડીએફસી બેન્કને પ્રથમ ક્રમાંક

શ્રેષ્ઠ સીઇઓ શ્રી આદિત્ય પુરી, એમડી એચડીએફસી બેન્ક, પ્રથમ ક્રમાંક

શ્રેષ્ઠ ઇએસજી એચડીએફસી બેન્કને બીજો ક્રમાક

શ્રેષ્ઠ આઇઆર એચડીએફસી બેન્કને ૩જો ક્રમાંક

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.