હત્યાના બે કેસમાં બાબા રામપાલ દોષિત જાહેર થયો

ચુકાદા માટે સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવવામાં આવી, હિસ્સાર જિલ્લાને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 20:02:56 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 20:02:56 +0530

સજાની જાહેરાત ૧૬-૧૭ ઓક્ટોબરે થશે

સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદાસ્પદ સંત રામપાલને હત્યાના બે મામલામાં કોર્ટે આરોપી જાહેર કર્યો છે. ચુકાદા માટે સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવવામાં આવી હતી. જસ્ટીસ ડીઆર ચાલિયાએ મામલાની સુનાવણી કરી હતી. સજાની જાહેરાત ૧૬ અથવા ૧૭ ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

રામપાલની સુરક્ષાને ધ્યાનમાં રાખી વીડિયો કોન્ફરન્સ દ્વારા જજ સામે તેને રજુ કરવામાં આવ્યો હતો. તેમજ ચુકાદાને ધ્યાનમાં રાખીને હિસાર જિલ્લાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિવિધ ભાગોમાંથી હિસાર તરફ આવતી ટ્રેનોનુ સંચાલન અટકાવી દેવામાં આવ્યુ હતું.


મહત્વનુ છે કે ૧૮ નવેમ્બર ૨૦૧૪માં સતલોક આશ્રમમાં હંગામો થયો હતો.જેમાં પોલીસ અને રામપાલના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ૫ મહિલાઓ અને એક બાળકનુ મોત થયુ હતું. ત્યારબાદ આશ્રમ સંચાલક રામપાલ પર હત્યાનો કેસ નોંધાયો હતો.  કેસ નંબર-૪૨૯ (૪ મહિલાઓ અને એક બાળકનુ મૃત્યુ)માં રામપાલ સહિત કુલ ૧૫ આરોપી હતા. કેસ નંબર-૪૩૦ (એક મહિલાનુ મૃત્યુ)માં રામપાલ સહિત ૧૩ આરોપી હતા. તેમાં ૬ લોકો બન્ને કેસમાં આરોપી હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.