આઈપીએલના કારણે સારા ખેલાડી મળી રહ્યા છે : ભજ્જી

ચાઈનામેન કુલદીપે પોતાના કરીયરની શાનદાર શરુઆત કરી, તેનુ ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે : હરભજનસિંહ
By: admin   PUBLISHED: Tue, 06 Nov 2018 17:10:22 +0530 | UPDATED: Tue, 06 Nov 2018 17:10:22 +0530

ભૂતપૂર્વ ઓફ સ્પિનર ભજ્જીનુ નિવેદન

ટીમ ઈન્ડિયાના સિનીયર ઓફ સ્પિનર હરભજન સિંહે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની સ્પિન જોડીની પ્રશંસા કરી છે. આ બન્ને યુવા સ્પિનરો છેલ્લા કેટલાક સમયથી સિમિત ઓવરોની ક્રિકેટમાં ભારતીય ટીમને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કુલદીપ યાદવે કોલકત્તામાં વેસ્ટઈન્ડિઝ સામેની પ્રથમ ટી ૨૦ મેચમાં પણ ૧૩ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.

આ અંગે હરભજનસિંહે જણાવ્યુ કે, ચાઈનામેન બોલર કુલદીપે પોતાના કરીયરની શાનદાર શરુઆત કરી છે અને તેનુ ભવિષ્ય ઉજ્જવળ છે. હરભજને કહ્યુ કે, ચહલ પણ કુલદીપનો સારો સાથ આપી રહ્યો છે. બન્ને સ્પિનરર વિરોધી ટીમ પર દબદબો બનાવી રાખે છે.

આ ઉપરાંત હરભજનસિંહે યુવા બેટ્‌સમેન પૃથ્વી શોની પણ પ્રશંસા કરી, જેણે વેસ્ટઈન્ડિઝ સામે હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરતા સદી ફટકારી હતી. ભારતની સારી બેંચ સ્ટ્રેંથ અને સતત સારા ખેલાડીઓ સામે આવવાનો શ્રેય આઈપીએલને આપતા હરભજને જણાવ્યુ કે, આ ટી-૨૦ લીગ ખેલાડીઓ માટે સારુ પ્લેટફોર્મ છે. ભજ્જીએ વધુમાં જણાવ્યુ કે, આઈપીએલના કારણે સારા ક્રિકેટર મળી રહ્યા છે. આઈપીએલથી ખેલાડી પરીપક્વ થઈને બહાર નીકળે છે, જેનો ફાયદો તેમને આગળ જતા મળે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.