એલેક્સ હેલ્સને ઇંગ્લેન્ડની ટીમમાંથી કર્યો બહાર

ડોક્ટરની સલાહ વગર રિક્રિએશનલ ડ્ર્‌ગ્સ લેવાના આરોપમાં દોષિત સાબિત થયો
By: admin   PUBLISHED: Mon, 29 Apr 2019 20:29:24 +0530 | UPDATED: Mon, 29 Apr 2019 20:29:24 +0530

લંડન

ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાંથી બેટ્‌સમેન એલેક્સ હેલ્સને બહાર કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા તેની ઉપર ડ્રગ્સ લેવાના કારણે ૨૧ દિવસનો પ્રતિબંધ લાગ્યો હતો. તે ડોક્ટરની સલાહ વગર રિક્રિએશનલ ડ્ર્‌ગ્સ લેવાના આરોપમાં દોષિત સાબિત થયો હતો.

આ પછી તેણે પર્સનલ કારણ આગળ ધરી અનિશ્ચિત સમય માટે આરામ લીધો હતો. જોકે પછી બહાર આવ્યું હતું કે તે ડ્રગ્સ લેવાના કારણે ક્રિકેટથી દૂર રહ્યો હતો.તેને બહાર કરવાનો નિર્ણય ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજીંગ ડાયરેક્ટર અને ઇંગ્લેન્ડ ટીમના પસંદગીકારોએ કર્યો છે. આ નિર્ણય ટીમમાં યોગ્ય વાતાવરણ બનાવવા અને કોઈ પ્રકારના ભ્રમને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે.

આ પગલા પછી હવે તે એકમાત્ર વન-ડે મેચ માટે આયરલેન્ડ જઈ શકશે નહીં. તેને પાકિસ્તાન સામે એકમાત્ર ટી-૨૦ અને પાંચ મેચની વન-ડે શ્રેણી સાથે આઈસીસી વર્લ્ડ કપમાંથી પણ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. આવા સમયે તેનું વર્લ્ડ કપમાં રમવું મોટો સવાલ ઉભો થયો છે.

ઇંગ્લેન્ડ પુરુષ ક્રિકેટના મેનેજીંગ ડાયરેક્ટર એશ્લે જાઇલ્સે કહ્યું હતું કે અમે ઘણો વિચાર કર્યો છે. અમે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની આસપાસ સારો માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે એ જોવું પડશે કે ખેલાડીઓનું ધ્યાન કોઈ પ્રકારે ન ભટકે અને ક્રિકેટના મેદાનમાં સફળતા મળે. હું એ વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે આ એલેક્સની કારકિર્દીનો અંત નથી. ઇસીબી એલેક્સની મદદ કરતું રહેશે અને તેની જરુરત પ્રમાણે સાથે આપશે.ઇંગ્લેન્ડ જલ્દી તેના સ્થાને બીજા ખેલાડીના નામની જાહેરાત કરશે. જોકે હેલ્સ હજુપણ વર્લ્ડ કપ રમી શકે છે કારણ કે વર્તમાનમાં જે ટીમની જાહેરાત થઈ છે તે અસ્થાયી છે. ટીમ ૨૩ મે સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.