ઓઇલ વિના વાળને પૌષણ

ચમકદાર અને ખુશબુદાર બનાવી શકાય છે....
By: admin   PUBLISHED: Thu, 11 Jul 2019 16:12:39 +0530 | UPDATED: Thu, 11 Jul 2019 16:12:39 +0530

જુના સમયથી અમે તમામ હેયર ઓઇલથી પોતાના વાળને પોષણ આપી રહ્યા છીએ પરંતુ તેલ વિના  પણ વાળને પોષણ આપી શકાય છે અને મજબુત અને ખુબસુરત વાળ રાખી શકાય છે. વાળ ખરી પડવાની સમસ્યાથી હાલના સમયમાં ંમોટા ભાગના લોકો અને ખાસ કરીને મહિલાઓ પરેશાન છે ત્યારે કેટલાક તરીકા અજમાવીને હેયર ઓઇલ વિના પણ પોતાના વાળને પોષણ આપી શકાય છે. જો તમે ખુબસુરત વાળ રાખવાની ઇચ્છા રાખો છો તો તમામ વ્યક્તિ આપને તેળનો ઉપયોગ કરીને વાળના જતન અને ખુબસુરત રાખવાની સલાહ આપે છે. પરંતુ હકીકતમાં આપ હેયર ઓઇલ વિના પણ વાળને પોષણ આપી શકો છો. આજે અમે એવા વિષય પર વાત કરી રહ્યા છીએ જેના કારણે વાળમાં તેલ વગર પણ પોષણ આપીને તેમને ખુબસુરત અને મજબુત રાખી શકાય છે.

આધુનિક સમયમાં મોટા ભાગની મહિલાઓ ઓઇલને લઇને દુર ભાગે છે ત્યારે નવા તરીકા ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે વિના હેર ઓઇલ વાળને ખુબસુરત અને ચમકદાર રાખવા ઇચ્છુક છો તો ઇંડાનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે તે જરૂરી છે. આના માટે ઇંડાની સફેદીમાં થોડાક પ્રમાણમાં દુધ મિક્સ કરો અને ત્યારબાદ આ મિશ્રને ઘટ બનાવવામાં આવે તે જરૂરી છે. તે ઘટ બને ત્યાં સુધી તેને ઘોળમાં આવે. ત્યારબાદ આ મિશ્રણને માથા પર લગાવવાની સલાહ નિષ્ણાંતો આપે છે.

એક કલાક સુધી લગાવી રાખવામાં આવ્યા બાદ તેને સાદા પાણીથી ધોઇ નાંખવાની જરૂર હોય છે. એમ કરવાથી વાળ મજબત, ખુબસુરત અને ચમકદાર બની જાય છે. કેટલીક વખત બે મો વાળા વાળની સમસ્યા પણ જોવા મળે છે. જો તમે આ પ્રકારની સમસ્યાથી ગ્રસ્ત છો તો તેનામાંથી છુટકારો મળે મળી શકે છે. આના માટે ઇંડાના પિલા હિસ્સા, એલોવિરા જેલ અને ગ્લિસરીનને લઇને મિશ્રણ બનાવવાની  જરૂર હોય છે. આ મિશ્રણને એક કલાક સુધી માથામાં લગાવીને રાખવામાં આવે છે. એક કલાક બાદ તેને સાદા પાણીથી ધોઇ નાંખવામાં આવે છે.

આ સરળ ઉપાયથી આપના બે મોવાળા વાળની સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. સાથે સાથે વાળને પોષણ પણ મળી જશે. જો તમે વાળને ઓઇલનો ઉપયોગ કર્યા વગર પોષણ આપવા માટે ઇચ્છુક છો તો દરરોજ વાળ પર દહી લગાવવામાં આવે તો ફાયદો થાય છે. ૪૦ મિનિટ બાદ શેમ્પુ કરી લેવાની સલાહ આપવામાં આવે છે. આના કારણે વાળને પોષણ મળે છે. કેળાનો ઉપયોગ પણ કરી શકાય છે. આધુનિક સમયમાં મોટા ભાગના લોકો વાળની સમસ્યાને લઇને ગ્રસ્ત રહે છે. આવી સ્થિતીમાં હેર ઓઇલ વિના વાળના જતન માટે મહેનત કરવાની જરૂર હોય છે. કેટલાક સાદા પ્રયોગ કરીને વાળને મજબત અને સુન્દર રાખી શકાય છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.