પતિએ ત્રિપલ તલાક આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ શહેરની ઘટના
By: Monika Vyas   PUBLISHED: Thu, 01 Aug 2019 09:28:25 +0530 | UPDATED: Thu, 01 Aug 2019 09:28:25 +0530

અમદાવાદ 

રાજ્યસભામાં ટ્રિપલ તલાક બીલ પાસ થયાના હજુ ગણતરીના દિવસ થયા છે ત્યારે અમદાવાદના કારંજ વિસ્તારમાં પતિએ પત્નીને તલાક આપવાની ધમકી આપી હતી.પતિએ તલાકની ધમકી આપતા પત્નીએ કેરોસીન છાંટીને આત્મહત્યાની કોશિષ કરી હતી.
પત્ની હાલ વાડીલાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

શહેરના કારંજ વિસ્તારમાં ખાસ બજાર ખાતે પારસી ગલીમાં રહેતી 23 વર્ષની સનાબાનું શેખ પતિ અને સાસુ સસરા સાથે રહે છે, પતિ રસોઇ બનાવવાનું કામ કરે છે. 

સનાબાનુના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા.લગ્નના  એક વર્ષ બાદ  તેમને દીકરી જન્મી હતી.જો કે દિકરીના જન્મ પછી નારાજ થયેલો પતિ  મારે છોકરો જોઇતો  હતો તેમ કહીને તકરાર કરીને હેરાન કરતા હતા. એ ટલું જ નહી મારઝુડ પણ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પતિએ પત્નીના પિતા પાસે મકાનની લોન લેવાનો દુરાગ્રહ રાખતા બંને વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી.

આ તકરાર બાદ મહિલાને મનમાં લાગી આવતા સનાબાનુએ પિતાના ઘરે શરીર પર કેરોસીન છાંટયું હતું તેમજ દવા પીવાની કોશિષ કરી હતી.

આ બનાવ અંગે કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર  એફ.એમ.નાયબના જણાવ્યા મુજબ  મહિલાએ પતિએ ત્રણ તલાક આપ્યા હાવાનો આક્ષેપ કર્યા છે. આ બનાવ  અંગે મહિલાના પતિ સહિત સાસરીયા સામે માનસિક શારિરીક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.