સુરત : વીજ કરંટ લાગતા કારીગરનું મોત,પોલિસ પર પથ્થરમારો થતા ટીયર ગેસ છોડાયો

સુરતમાં બમરોલીમાં કારીગરનું મોત થતા ભારે હોબાળો થયો હતો.
By: Monika Vyas   PUBLISHED: Fri, 12 Jul 2019 12:59:17 +0530 | UPDATED: Fri, 12 Jul 2019 12:59:17 +0530

સુરત

સુરતમાં ફરી એકવાર વીજ કરંટ લાગવાને કારણે મોત થયું હોવાની ઘટના સામે આવી છે.સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કરંટ લાગતા કારીગરનું મોત થયું છે.કારીગરનું મોત થતા ભારે હોબાળો થયો હતી.

મળતી વિગતો પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં આવેલી લુમ્સનું કારખાનું ચલાવતી હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારે કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.લુમસના 138 નંબરના ખાતામાં એક કારીગરને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

મૃતક કારીગર ઉડીશાના વતની મોહન ગોડ સંચા હતા, કારીગરનું મોત થતા બીજા કર્મચારીઓએ ભારે હોબાળો કરતા પોલીસ બોલાવવી પડી હતી.જો કે કામદારોમાં એટલો રોષ હતો કે તેમણે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.

અકસ્માતને લઇને અન્ય કારીગરો રસ્તા પર ઉતરી આવ્યાં હતા અને મૃતદેહ લેવા આવેલી શબવાહીની તથા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, સ્થિતિ તંગ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

કંપની સામ અગાઉ પણ કારીગરો નારાજ હતા અને હવે એક વ્યક્તિનો જીવ લેવાઇ ગયો છે, જેથી કારીગરોમાં વધુ આક્રોશ ફાટી નીકળ્યો છે, જો કે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો.
 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.