સુરત : પોલીસ કસ્ટડીમાં માર ખાનાર આરોપીનું મોત,પીઆઇ સહિત 8 સામે ગુનો દાખલ

ચોરીના કેસના આરોપી ઓમપ્રકાશનું મોત
By: Monika Vyas   PUBLISHED: Sun, 02 Jun 2019 14:14:08 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:43:12 +0530

સુરત

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક આરોપીને ઢોર મારતા તેનું મોત થઈ જતા ખળભળાટ મચ્યો છે.આરોપીનું મોત થતા ખુદ શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચી ગયા હતા.આ કેસમાં ખટોદરા પોલિસ સ્ટેશનના 8 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ થયો છે.

સુરતના ખટોદરા પોલિસ સ્ટેશનમાં ઓમપ્રકાશ પાંડે નામના યુવકને કારની ચોરીના આરોપસર લાવવામાં આવ્યો હતો.મુળ ઉત્તરપ્રદેશના મેંઠડા ગામનો રહેવાસી ઓમપ્રકાશને પોલિસકર્મીઓએ ગેરકાનુની રીતે પોલિસ કસ્ટડીમાં લીધો હતો.

પોલિસ કસ્ટડીમાં આવેલા ઓમપ્રકાશની તબિયત અચાનક ખરાબ થતાં તેને સીવીલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.જો કે  સીવીલ હોસ્પિટલમાં વેન્ટીલેન્ટર નહીં હોવાને કારણે તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

ઓમપ્રકાશની હાલત ગંભીર થતાં આખો મામલો સામે આવ્યો હતો.હવે ઓમપ્રકાશનું મોત થઈ જતા કસૂરવાર પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ થઈ શકે છે.

શુક્રવારે સાંજે ઓમપ્રકાશના પરિવારજનોએ હોબાળો મચાવતા પોલિસ કમિશનર સતીશ શર્માએ ડીસીપી વિધી ચૌધરીને તપાસ સોંપી હતી.ડીસીપી વિધી ચૌધરીની તપાસમાં એવું સામે આવ્યું હતું કે ઓમપ્રકાશ સાથે કસ્ટડીમાં મારપીટ કરવામાં આવી હતી.ઓમપ્રકાશના શરીર પર પણ મારના નિશાન મળ્યા હતા.

વિધી ચૌધરીની તપાસ બાદ ખટોદરા પોલિસ સ્ટેશનના સાત પોલિસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી,જેમાં પોલિસ ઇન્સપેક્ટર એમબી ખીલેરી પીએસઆઇ સીપી ચૌધરી સહિત સર્વેલન્સ સ્ટાફના પાંચ પોલિસ કર્મીઓ સામે ઓમપ્રકાશના ભાઇ રામગોપાલ પાંડેની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે અને તેઓ પોલીસ સ્ટેશનમાંથી જ ફરાર થઇ ગયા છે. ત્યારે જે  ચોરીના આરોપીને ઢોર માર મારવામાં આવ્યો હતો તે ઓમપ્રકાશનું સારવાર દરમ્યાન મોત થઇ ગયું છે.

કસ્ટડીમાં આરોપીનું મોત થતા 8 પોલીસકર્મીઓ સામે આઇપીસી કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે, ખટોદરા પીઆઈ એમ.બી.ખીલેરી, સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ સી.પી.ચૌધરી સહિત 8 પોલીસકર્મી આ મોત માટે જવાબદાર છે.

મોત માટે જવાબદાર પોલીસકર્મીઓ 

1 મોહન ભગવાનરામ ખીલેરી,PI (રહે.ગાંધીનગર)
2 ચિરાગ પૃથ્વીરાજ ચૌધરી, PSI(ફાલસાવાડી પોલીસલાઈન)
3 કલ્પેશ નાગર ગરંભા (શીતલ રેસિડેન્સી, સુરેન્દ્રનગર)
4 આશિષ મનસુખ દીહોરા (સમર્પણ હાઈટ્સ)
5 હરેશ જેસંગ ચૌધરી (સરકારી વસાહત, વિસનગર)
6 પરેશ નાથાભાઈ ભુકણ (નેચર વેલી હોમ, ગઢડા, ભાવનગર)
7 કનકસિંહ દિયોલ (સલાબતપુરા પોલીસલાઈન )
8 દિલુભાઈ(સુરત)

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.