અમદાવાદનો યુવક કેબીસીમાં 25 લાખ રૂપિયા જીત્યો,હવે તૈયારી કરશે આઇએએસ પરીક્ષાની

અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો યશરાજ ડોડિયા કેબીસીમાં 25 લાખ જીત્યો
By: Monika Vyas   PUBLISHED: Wed, 07 Nov 2018 13:13:43 +0530 | UPDATED: Wed, 07 Nov 2018 13:13:43 +0530


 

અમદાવાદ

કૌન બનેગા કરોડપતિની 10મી સીઝનમાં સોમવારનાં એપિસોડમાં અમદાવાદનાં બોપલ વિસ્તારમાં રહેતો યુવક યશરાજ સિંહ ડોડિયા 25 લાખ રૂપિયા જીત્યો છે.જો કે 50 લાખ રૂપિયા માટેનો સવાલનો જવાબ નહીં આપી શકતા યશરાજ ક્વીટ થઇ ગયો હતો.

 

અમદાવાદની જાણીતી એલડી એન્જીન્યરીંગમાંથી આઇટીનું ભણી ચુકેલાં યશરાજ યુપીએસસીની પરીક્ષા આપી છે અને હવે મેઇન્સ માટે તૈયારી કરે છે અને તેનું સ્વપ્વ આઇએએસ થવાનું છે.ખેડુત પિતાના પુત્ર એવા યશરાજ કહે છે કે કેબીસીમાં જીતેલી રકમ હું પરીક્ષાના કોચીંગમાં વાપરીશ.

 

કેબીસીમાં જવા માટે યશરાજ રોજ રાતે ગેઇમ શો દ્રારા પુછવામાં આવતા 4 સવાલોના જવાબ આપતો.આ જવાબો સાચા પડતાં તેની પર કેબીસીમાંથી ફોન આવ્યો હતો અને તેને ઓડીશન માટે બોલાવવામાં આવ્યો હતો.ફાસ્ટેસ્ટ ફીંગર રાઉન્ડમાં તે જીતી જતાં તેને હોટસીટ પર બેસવાનો મોકો મળ્યો હતો.

યશરાજ કહે છે કે મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે મને કેબીસીમાં હોટસીટ પર  અમિતાભ બચ્ચન સામે બેસવાનો મોકો મળશે.તેમણે મારી સાથે ગુજરાતના કેટલાંક અનુભવો શેર કર્યા હતા.

 

કેબીસીમાં યશરાજે 14 સવાલોના જવાબો આપ્યા હતા પરંતું 50 લાખના જવાબ માટે તે મુંઝાઇ ગયો હતો.યશરાજની લાઇફ લાઇનો પણ વપરાઇ ગઇ હતી.યશરાજને 50 લાખ રૂપિયા માટે સવાલ પુછવામાં આવ્યો હતો કે કયા વૈજ્ઞાનિકે પોતાની દરિયાઇ સફરમાંથી પ્રેરણા મેળવી હતી?યશરાજ આનો જવાબ આપી નહોતો શક્યો અને તેણે ગેઇમ છોડવી પડી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.