વાપી હાઉસીંગના મકાનો ખંડેર થતાં 32 પરિવારો આવી ગયા ખુલ્લા આકાશ નીચે,કંટાળીને માંગ્યું ઇચ્છામૃત્યુ

વાપી હાઉસીંગ બોર્ડની જર્જરીત ઇમારત ખાલી કરાવતા પરિવારો ખુલ્લામાં રહેવા મજબુર
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Oct 2018 12:14:12 +0530 | UPDATED: Wed, 17 Oct 2018 15:25:06 +0530


વાપી

વાપી જીઆઈડીસી ગુંજન  વિસ્તારમાં આવેલી જુની ગુજરાત હાઉસિંગ બોર્ડની જર્જરીત બનેલી ઈમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો જેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યુ હતું. આ ઘટના બાદ આ ઈમારતને ખાલી કરાવી દેવામાં આવી હતી. જેથી ૩૨ પરિવારો ખુલ્લા મેદાનમાં આશરો લેવા મજબુર બન્યા છે.  ત્યારે આ ૩૨ પરિવારોએ સામૂહિક ઈચ્છામૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે.

પરિવારોનો આક્ષેપ છે કે તંત્રના વાંકે તેઓ છેલ્લા ૧૯ દિવસથી એક ખુલ્લા મેદાનમાં રહેવા માટે મજબુર બન્યા છે. આ અંગે અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી.

આ પરિવારોએ જર્જરીત થયેલી હાઉસીંગ નજીક જ રહીને તેમનું રોજીંદુ જીન ગુજારે છે.પીડીત પરિવારની એક મહિલા કહે છે કે અમારી રહેવાનું,જમવાનું અને સુવાનું પણ અહીં જ છે.સરકારના વાંકે અમે બેઘર બની ગયા છીએ.અમને વૈકલ્પિક જગ્યા પણ આપવામાં નથી આવી.

વાપીના ગુંજન વિસ્તારમાં તેમના બિલ્ડિંગના ધાબાની દીવાલ તૂટી પડી હતી. આ બનાવમાં એક વ્યક્તિનુ મોત નિપજ્યુ હતું. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.સપ્ટેમ્બર મહિનામાં બનેલા આ બનાવમાં વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી જુની ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીની બિલ્ડીંગ નં. ૧૩માં અગાસી પર ૬૦ ફૂટ લાંબી દિવાલનો અડધો ભાગ તૂટી પડતા તરૂણી સહિત ત્રણ વ્યક્તિઓ દબાઇ જતાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ બાદ તંત્રએ આખુ બિલ્ડિંગ ખાલી કરાવી દીધુ હતુ. જેના કારણે અહીં રહેતા ૩૨ જેટલા પરિવારો બેઘર બની ગયા છે. આ વાતને ૧૯ દિવસ થઈ ગયા હોવા છતા તંત્રએ કોઈ પગલા લીધા નથી. જેના કારણે પરિવારોએ ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. પરિવારોનો દાવો છે કે તંત્ર તરફથી તેમને કોઈ મદદ કરવામાં આવી રહી નથી. અનેક વખત રજુઆત કરવા છતા તંત્ર તેમની કોઈ વાત સાંભળી રહ્યુ નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.