મહિલા એએસઆઈ અને પુરુષ કોન્સ્ટેબલે એક સાથે લમણે રિવોલ્વર મારી આપઘાત કર્યો

રાજકોટમાં એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Jul 2019 15:35:52 +0530 | UPDATED: Thu, 11 Jul 2019 15:35:52 +0530

 

રાજકોટ 

રાજ્યના પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દે તેવી ઘટના રાજકોટમાં બની છે.રાજકોટમાં એક જ પોલીસ મથકમાં ફરજ બજવતા મહિલા અને પુરુષ કોન્સ્ટેબલે એક સાથે આપઘાત કરી લીધો છે.

શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતાં મહિલા આસી. સબ ઇન્સપેક્ટર ખુશ્બુ કાનાબાર તથા ડી સ્ટાફના કોન્સ્ટેબલ રવિરાજ સિંહ જાડેજાએ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા ગુજરાત હૉઉસીંગ બોર્ડના કવાર્ટરમાં સર્વિસ રિવોલ્વર મારીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. 

બંનેએ મહિલા એએસઆઇની સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળીઓ ધરબી લઇ જિંદગીનો અંત આણી લીધાનું  બહાર આવ્યું છે.

કાલાવડ પાસે નવા ૧૫૦ રીંગ રોડ પર આવેલા પંડિત દિનદયાળ નગર ગુ.હા. બોર્ડના કવાર્ટર નં. ઇ-૪૦૨માં 

28 વર્ષના મહિલા એએસઆઇ ખુશ્બૂબેન રાજેશભાઇ કાનાબાર  અને 30 વર્ષના ડી. સ્ટાફના કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ સજોડે આત્મહત્યા કરી લીધી હતી.બંને પોલીસ કર્મચારી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સાથે જ ફરજ નિભાવતા હતા.ખુશ્બુની સર્વિસ રિવોલ્વરથી બંનેએ લમણે ગોળી મારી દીધી હતી.

પોલીસના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન માં સામે આવેલી વિગત મુજબ 9 એમ એમ ની સર્વિસ રિવોલ્વર માંથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. મહિલા એ એસ આઈ ખુશ્બૂ કાનાબાર છેલ્લા ત્રણ વર્ષ થી પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા તો રવીરાજસિંહ જાડેજા કોન્સ્ટેબલ તરીકે 8 વર્ષ થી ફરજ બજાવી રહ્યા હતા.

બંને પૈકી ખુશ્બૂ કાનાબાર દ્વારકા પંથકના વતની  છે જ્યારે બંને હાઉસિંગ બોર્ડના મકાનમાં ભાડે લિવ ઇનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. એ. એલ. આચાર્ય, તાલુકા પી.આઇ. વી. એસ. વણઝારા તથા ક્રાઇમ કનિદૈ લાકિઅ બ્રાંચના અધિકારીઓ અને પોલીસ મથકોના અન્ય કર્મચારીઓ, અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

 આ આત્મહત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભુત હોવાની ચર્ચાએ તપાસ થઇ રહી છે. પોલીસ બેડામાં આ ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.