Wednesday,18 September 2019,17:09:33

અફઘાનિ આતંકીઓ હુમલાને આપી શકે છે અંજામ,સ્કેચ જાહેર,ગુજરાત ચેકપોસ્ટો પર ભારે બંદોબસ્ત

રાજ્યમાં ઝાકી નામના અફઘાન આતંકીનો સ્કેચ જાહેર કર્યો
By: Monika Vyas   PUBLISHED: Mon, 19 Aug 2019 12:56:09 +0530 | UPDATED: Mon, 19 Aug 2019 12:56:09 +0530


અમદાવાદ

જમ્મુ કાશ્મીરની સ્થિતિ જોતાં દેશભરના મોટા શહેરોમાં આતંકી હુમલાના ઇનપુટ આપવામાં આવ્યાં છે.સંભવિત આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ પોલિસ અને સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.રાજ્યમાં રાજસ્થાનને જોડતી રતનપુર સરહદ પર પોલિસ બંદોબસ્ત ચુસ્ત કરીને વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આતંકી હુમલાની આશંકાને લઈને ખોડા, રતનપુર અને અમીરગઢ બોર્ડર પર તપાસ કરવામાં આવી રહી છે.  આતંકી હુમલાના ભયને લઇને શામળાજી અને અમીરગઢમાં તૈનાત પોલીસને બુલેટપ્રુફ જેકેટ પણ આપવામાં આવ્યાં છે.

 ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જિલ્લા એસઓજી અને તમામ પોલીસને એક ફેક્સ મેસેજ કરાયો છે. જેમાં ચાર જેટલા લોકો ભારતમાં ઘૂસ્યા હોવાના ઇનપુટ આપવામાં આવ્યા છે. તેમાંનો એક શખ્સ અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું પણ જણાવાયું છે.

તાજેતરમાં કાશ્મીરમાંથી 370 હટાવતા જ એલર્ટ અપાયું હતું. કેટલાક આતંકી સંગઠનો પણ એક્ટિવ થઇ હુમલો કરવાના હોવાના પોલીસને ઇનપુટ મળ્યા હતા. ત્યારે વધુ એક વખત શહેર પોલીસ તથા તમામ એસઓજીને એટીએસ તરફથી એક ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, ઓગષ્ટ 2019ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમો ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર એટેકને અંજામ આપવા સારું અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરેલી છે.

અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આ આતંકી ગ્રુપના વડાનો પાસપોર્ટ અને ફોટો પણ પોલીસને કરેલા ફેક્સ મેસેજમાં સામેલ કરાયો છે.આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાકી નામના ઇસમું પાકિસ્તાની ઓળખપત્ર પણ ફેક્સ સાથે મુકવામાં આવ્યું છે.

આ બાબતે 15 જુલાઇ 2019થી ફોટોમાં સામેલ ઇસમ અથવા અન્ય કોઇ પણ અફઘાન પાસપોર્ટ ધરાવનાર ઇસમો જે તે વિસ્તારમાં હોય તો તેના સી ફોર્મની વિગતો માહિતી સાથે 18મી ઓગષ્ટ 2019 સુધીમાં જે તે કચેરીઓમાં મોકલવાનો હુકમ કરાયો છે. તો બીજી તરફ પોલીસે પણ પાસપોર્ટને લગતી તમામ તપાસ શરૂ કરી રિપોર્ટ તેમના અધિકારીઓને સોંપ્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.