Wednesday,18 September 2019,17:19:27

ફૂડની સાથે દારૂની પણ ડીલીવરી કરતો Swiggyનો બોય પકડાયો

વડોદરામાં દારૂની ડિલિવરી કરતો સ્વીગીનો બોય પકડાયો
By: Monika Vyas   PUBLISHED: Sun, 18 Aug 2019 21:30:00 +0530 | UPDATED: Sun, 18 Aug 2019 21:30:00 +0530

વડોદરા

રાજ્યમાં દારૂબંધી હોવા છંતા દારૂ અને બિયરનો ધંધો ચાલી જ રહ્યો છે, બુટલેગરો કોઇને કોઇ રીતે રાજ્યમાં દારૂનો ધંધો કરી રહ્યાં છે, હવે નવાઇની વાત તો એ છે કે જાણીતી ફૂડ ડિલિવરી કંપની Swiggyનો ડિલિવરી બોય પણ બિયરની ડિલિવરી કરી રહ્યો છે, વડોદરા પોલીસે રાહુલ નામના એક ડિલિવરી બોયની બિયરના 6 ટીન સાથે ધકપકડ કરી લીધી છે, જે ગ્રાહકોને બિયરની ડિલિવરી આપવા જતો હતો.

 રાહુલ થોડા મહિનાઓથી Swiggy કંપનીમાં કામ કરે છે અને ગ્રાહકોને જ્યારે ફૂડ ડિલિવરી કરવા જતો હતો ત્યારે બિયરનું પણ પૂછી લેતો હતો, જો ગ્રાહક બિયરનો શોખીન હોય તો તેને ડિલિવરી કરતો હતો, 

દારૂની હેરાફેરી માટે ખેપિયાઓ હવે અવનવા કિમિયાઓ અપવાની રહ્યા છે. વડોદરા શહેરમાં ગોત્રી રોડ પર આવેલા નંદીશ કોમ્પલેક્ષ પાસેથી પોલીસે ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી બીયરના ટીન ઝડપી પાડ્યા હતા. પોલીસે ડિલિવરી બોયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના એસ.એસ.આઇ કાર્તિકસિંહને બાતમી મળી હતી કે, સ્વિગીનો ડિલિવરી બોય તેની બેગમાં બીયરના જથ્થા સાથે ગોત્રી રોડ પરથી પસાર થવાનો છે. તેના આધારે લક્ષ્મીપુરા પોલીસે ગોત્રી રોડ પર આવેલા નંદીશ કોમ્પલેક્ષ પાસે વોચ ગોઠવી હતી. અને ત્યાંથી બાઇક પર પસાર થઇ રહેલા સ્વિગીના ડિલિવરી બોયને રોક્યો હતો. અને તેની બેગ ખોલીને તપાસ કરી હતી. જોમાં ડિલિવરી બોયની બેગમાંથી પોલીસને બિયરના 6 ટીન મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને બીયરનાટીન, મોબાઇલ અને બાઇક સહિતનો 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.