ધોરણ 10 બોર્ડનું પરિણામ 21 મેના રોજ જાહેર થશે

શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોવા મળશે
By: Monika Vyas   PUBLISHED: Wed, 15 May 2019 16:20:03 +0530 | UPDATED: Thu, 23 May 2019 22:28:05 +0530

ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019માં લેવાયેલી ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ 21 મે, 2019ના રોજ જાહેર કરવામાં આવશે.

21 મેના રોજ સવારે 8:00 કલાકે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિણામ જોવા મળશે. બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાનાં માર્ચ-2019નાં ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા સ્થળો પર કરવામાં આવશે. તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરાશે.

ઉલ્લેખનીય છે કે, ધોરણ-10ની પરીક્ષામાં કુલ 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સુરતમાં સૌથી વધુ 98,563 વિદ્યાર્થીઓએ અને દીવમાં સૌથી ઓછા 1,317 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં કુલ 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.