મહિલાને લાતો મારનાર ધારાસભ્ય થાવાણીને ભાજપે શો કોઝ નોટિસ ફટકારી

MLA થાવાણીએ મહિલાને જાહેરમાં લાતો મારી હતી.
By: Monika Vyas   PUBLISHED: Mon, 03 Jun 2019 22:36:35 +0530 | UPDATED: Mon, 03 Jun 2019 22:36:35 +0530

અમદાવાદ 

અમદાવાદના નરોડા વિસ્તારના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી એક મહિલાને લાતો મારે છે એવો વીડિયો વાઇરલ થયા પછી ભારે હોબાળો થયો હતો.

નીતુ તેજવાણી નરોડા વિસ્તારમાં પાણીની તંગી અંગે ધારાસભ્ય બલરામ થાવાણીને રજુઆત કરવા ગયા ત્યારે તેમને માર ખાવો પડ્યો હતો.

જો કે આ ઘટનાનો વિડીયો વાઇરલ થયા પછી ધારાસભ્ય થાવાણીએ નીતુબહેનની માફી માગી હતી અને નીતુબહેને જાહેરમાં રાખડી બાંધીને થાવાણીને 'ધરમના ભાઈ' કહ્યા હતા.

આ અંગે ભાજપે થાવાણીને કારણદર્શક નોટિસ કાઢી છે.

 ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આ અંગે બલરામ થાવાણીને કારણદર્શન નોટિસ આપી છે અને ત્રણ દિવસમાં જવાબ આપવા કહ્યું છે.

 પ્રદેશ ભાજપે આ અંગે જણાવ્યું કે,લોકપ્રતિનિધિઓએ પ્રજા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. આ પ્રકારનો અશોભનીય વ્યવહાર યોગ્ય નથી અને એટલે જ આ ઘટનાને ગંભીરતાથી લઈને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ધારાસભ્ય બલરામ થાવાણીને સમગ્ર ઘટના અંગે શિસ્તભંગનાં પગલાં કેમ ન લેવાં? તે અંગેનો ૩ દિવસમાં ખુલાસો કરવા માટે શોકોઝ નોટિસ મોકલી છે.
 
આ બનાવ અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે આ ખૂબ જ શરમજનક છે. 

વિવાદ મામલે બલરામ થાવાણીએ કહ્યું કે તેમણે આવેશમાં આવું કર્યું અને તેમણે નીતુબહેન પાસે રાખડી બંધાવી તેમની માફી માંગી લીધી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.