હદ થઈ ગઈ,સુરત ફરીવાર શર્મસાર,બાળકી પર રેપ કરી લોહીલુહાણ હાલતમાં છોડાઈ

બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવી હતી.
By: Monika Vyas   PUBLISHED: Thu, 10 Jan 2019 20:37:32 +0530 | UPDATED: Tue, 15 Jan 2019 15:41:14 +0530

સુરત

સુરતમાં નાની બાળકીઓ સાથે રેપની ઘટનાઓ સતત બન્યા કરે છે.છેલ્લા 1 વર્ષથી સુરતમાં બાળકીઓ સાથેની દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.

સુરતમાં હજીરા વિસ્તારમાં 3 વર્ષની માસૂમ પર કોઈ નરાધમે રેપ કર્યો હતો.શહેરના હજીરા વિસ્તારમાં આવેલા માતાફળિયામાં સિંગોતરા માતા મંદિર સામે આવેલી સ્વ. નવીન મોહનની ચાલમાંથી આ બાળકીને ઉપાડી જઈને કોલોનીથી દૂર 500 મીટર દૂર ઝાડીમાં બાળકી સાથે દુષ્કર્મ ગુજરાવમાં આવ્યું હતું. 

આ બાળકી અચાનક ગુમ થઈ જતા તેના માતા પિતા અને પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

 આ બાળકીને 19 વર્ષનો એક યુવક તેના ઘરે મૂકી ગયો હતો.બાળકી જયારે ઘરે આવી ત્યારે તેની હાલત ખરાબ હતી અને તેના ગુપ્તાંગમાંથી લોહી વહેતુ હતું.

બાળકીને ઘરે મુકનાર યુવકની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

બાળકીની આવી હાલતની જાણ પરિવારજનોએ પોલીસને કરી હતી.મામલાની ગંભીરતા જોતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

બાળકીનું અપહરણ કરી બદકામ કરનારા આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ચેક પોસ્ટ સહિતના રસ્તાઓની નાકાબંધી કરી છે. પોલીસે ઘટનાની આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપીને શોધવા ટીમો કામે લગાવી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.