અમદાવાદ :750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાંથી વરસાદી પાણી ઉલેચવું પડ્યું

હોસ્પિટલમાં પાણી ઘુસી જતા દર્દીઓ હાલકીમાં મુકાયા હતા.
By: Monika Vyas   PUBLISHED: Sat, 10 Aug 2019 14:35:20 +0530 | UPDATED: Sat, 10 Aug 2019 14:37:09 +0530


અમદાવાદ

અમદાવાદમાં શુક્રવારે સમગ્ર રાતથી પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં તો પાણી ભરાયા હતા પરંતુ શહેરની જાણતી સરકારી હોસ્પિટલના 15માં માળે પણ પાણી ભરાયું હતું.

અમદાવાદમાં 750 કરોડના ખર્ચે બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ(એસવીપી) હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસી ગયું હતું.,

અમદાવાદમાં મધરાતે પડેલા વરસાદમાં એસવીપી હોસ્પિટલના 15માં માળે અચાનક પાણી ભરાવા લાગતા હોસ્પિટલનો સ્ટાફ દોડધામ કરી પાણી ઉલેચવા લાગ્યો હતો.હોસ્પિટલનો સ્ટાફ પાણી ઉલેચી રહ્યો છે તેનો વીડિયો પણ વાઇરલ થયો હતો.

એવું માનવામાં આવે છે કે હોસ્પિટલની દીવાલો અથવા તો છતમાંથી વરસાદી પાણી હોસ્પિટલમાં ઘુસી ગયુ હોઈ શકે છે.
,
ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરીમાં જ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

હજુ અઠવાડીયા પહેલા એટલે કે 2 ઓગસ્ટે એસવીપી હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી હતી. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.