PSI દેવેન્દ્રસિંહ આત્મહત્યા કેસ : 5 મહિના પછી પણ આરોપી ના પકડાતા પત્નિ ડિમ્પલે આત્મવિલોપનની ચીમકી આપી

PSI દેવેન્દ્રસિંહના પત્નિ ડિમ્પલે સીબીઆઇ તપાસની પણ માંગણી કરી
By: Monika Vyas   PUBLISHED: Tue, 14 May 2019 15:31:22 +0530 | UPDATED: Thu, 23 May 2019 22:27:35 +0530


અમદાવાદ

અમદાવાદમાં પોલિસ સબ ઇન્સ્પેક્ટર દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા કર્યાના આજે પાંચ મહિના પછી આ કેસમાં નવો વળાંક આવ્યો છે.મૃતક દેવેન્દ્રસિંહના પત્નિ ડિમ્પલ રાઠોડે સીબીઆઇની તપાસની માંગણી કરતાં જણાવ્યું હતું કે સાત દિવસની અંદર મુખ્ય આરોપી નહી પકડાય તો તે ગાંધીનગર સ્થિત સચિવાલયમાં આત્મવિલોપન કરશે.

દેવેન્દ્રસિંહના પરિવારજનોની પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પાંચ પાંચ મહિના વીત્યા હોવા છતાં હજી સુધી મુખ્ય આરોપી ડીવાયએસપી એન. પી પટેલ પર કોઇ કાર્યવાહી થઇ નથી.

31મી ડિસેમ્બર 2018ના રોજ દેવેન્દ્રએ ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા ઘરના પહેલા માળે રીવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.દેવેન્દ્રસિંહે સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં કરાઇના આઉટડોર ડીવાયએસપી એન.પી.પટેલએ દેવેન્દ્ર રાઠોડને માનસીક ત્રાસ આપી ઓફિસમાં બોલાવી અઘટીત માંગણીઓ અને જાહેરમાં ઉતારી પાડી લાંબા સમયથી અપમાન કરતા હોવાનું જણાવ્યું હતું.

દેવેન્દ્રસિંહ રાઠોડે તેની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું મદદનીશ નિયામક આઉટડોર એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરું છું.

દેવેન્દ્રસિંહની સ્યુસાઇડ નોટ પછી તેમના પરિવારજનોએ એનપી પટેલની ધરપકડની સતત માંગણી કરી હતી. દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે ડીવાયએસપી એન.પી. પટેલ વિરુદ્ધ મોટા આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દેવા માટે દબાણ કરતા હતા. પરંતુ મારો પતિ ટસથી મસ ન થતા આખરે આપઘાતનો વિચાર કર્યો હતો.

જો કે દેવેન્દ્રસિંહના આપઘાતના પાંચ મહિના પછી પણ એનપી પટેલ સામે કાર્યવાહી ના થતાં તેમની પત્નિ ડિમ્પલે આત્મહત્યાની ચીમકી આપી છે.

ડિમ્પલે જણાવ્યું છે કે મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. 4 મહિના બાદ પણ ન્યાય નથી મળ્યો. 7 ફેબ્રુઆરીએ પોલીસ કમિશનરે પણ ન્યાયની ખાતરી આપી હતી કે મૃતક પણ પોલીસકર્મી જ છે, ન્યાય મળશે. પરંતુ પાંચ મહિનાથી આરોપી પકડાયો નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.