Wednesday,18 September 2019,16:50:54

પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમની સીબીઆઈએ કરી ધરપકડ

હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ચિદમ્બરમની ધરપકડ કરાઈ
By: Monika Vyas   PUBLISHED: Wed, 21 Aug 2019 23:26:31 +0530 | UPDATED: Wed, 21 Aug 2019 23:26:31 +0530

દિલ્હી

 પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બર નાટ્યાત્મક રીતે સીબીઆઇએ ધરપકડ કરી છે. સીબીઆઈની ટીમે તેમની દિલ્હીના જોરબાગ સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી.

 ચિદમ્બરમને લઈને સીબીઆઈની ટીમ પોતાના હેડક્વાર્ટર પહોંચી છે. સૂત્રો મુજબ, આખી રાત પી. ચિદમ્બરમને તપાસ એજન્સીની ઓફિસમાં રાખવામાં આવી શકે છે. ,ગુરુવારે પી. ચિદમ્બરમને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.કોર્ટમાં ચિદમ્બરમ કાયમી જામીન માટે અરજી કરશે.

ચિદમ્બરમ રાજ્યસભાના સભ્ય છે.સંસદસભ્યો અને ધારાસભ્યો માટે બનેલી રાઉલ એવન્યુ સ્પેશિયલ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે.

પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમ INX મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કેસ લિસ્ટિંગ થયા વિના સુનાવણીનો ઈનકાર કરી દીધો છે.

પી. ચિદમ્બરમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવાયા તે પછી 27 કલાક બાદ જાહેરમાં દેખાયા હતા અને દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે પોતાને નિર્દોષ જણાવતા પોતાને અને તેમના પુત્ર કાર્તિકને ફસાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. 

પી. ચિદમ્બરમ સીબીઆઈની ટીમ ત્યાં પહોંચે તે પહેલા પોતાના ઘરે જવા નીકળી ગયા હતા. જોકે, સીબીઆઈની એક ટીમ તેમનો પીછો કરતા તેમના દિલ્હીના જોરબાગમાં આવેલા તેમના ઘરે પહોંચી હતી, પણ સીબીઆઈની ટીમને ઘરમાં પ્રવેશવા દેવાઈ ન હતી, જેથી ટીમે દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કલાકોના ડ્રામા બાદ પી ચિદમ્બરમને કસ્ટડીમાં લઈ તેમને સીબીઆઈ હેડક્વાર્ટર લઈ જવાયા હતા.

સીબીઆઈની ટીમ જ્યારે પી. ચિદમ્બરના ઘરે તેમની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેમને ઘરમાં પ્રવેશવા ન દેવાતા દીવાલ કૂદીને ટીમ ઘરમાં ઘૂસી હતી. તે પછી પણ પી. ચિદમ્બરમે પોતાના ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો ન હતો. જેથી સીબીઆઈની ટીમને કલાકો સુધી મથામણ કરવી પડી હતી.

 દરમિયાનમાં ઈડીની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી.સીબીઆઈની ટીમ પી. ચિદમ્બરમના ઘરમાં પ્રવેશવાના પ્રયાસ કરી રહી હતી તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ નારાબાજી કરી સીબીઆઈનો રસ્તો રોકી રહ્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓનો હંગામો જોતાં સીબીઆઈની ટીમે દિલ્હી પોલીસની મદદ માંગી હતી. દિલ્હી પોલીસની ટીમે ત્યાં પહોંચી તે પછી પણ સીબીઆઈની ટીમને મુખ્ય દરવાજેથી અંદર જવા ન દેવાતા, પાછળના દરવાજેથી ટીમ ઘરમાં ઘૂસી હતી. ચિદમ્બરમના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ ;મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી-નહીં ચલેગી ના નારા લગાવી રહ્યા હતા.

સીબીઆઈની ટીમે પી. ચિદમ્બરમની ધરપકડ કરી પોતાની ગાડીમાં બેસાડ્યા તે પહેલા દિલ્હી પોલીસે ચિદમ્બરમના ઘરની આસપાસનો વિસ્તાર ઘેરી લીધો હતો અને ત્યાંથી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. બાદમાં સીબીઆઈની ટીમ ચિદમ્બરમની ધરપકડ કરી તેમને પોતાની ગાડીમાં બેસાડી સીબીઆઈની હેડક્વાર્ટર લઈ ગઈ હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.