અનિલ અંબાણીની રિલાયન્સના બેન્ક એકાઉન્ટમાં માત્ર 19 કરોડ પડ્યા છે.

અનિલ અંબાણીની કંપનીઓ ફડચામાં જઇ રહી છે.
By: Monika Vyas   PUBLISHED: Wed, 07 Nov 2018 15:51:15 +0530 | UPDATED: Mon, 12 Nov 2018 15:45:39 +0530


દિલ્હી

માની ના શકાય પરંતુ એક જમાનામાં હજારો કરોડનું ટર્ન ઓવર ધરાવતી અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીના ખાતામાં માત્ર 19 કરોડ રૂપિયા પડ્યા છે.મીડિયામાં આવેલ અહેવાલો પ્રમાણે રિલાયન્સ ટેલિકોમ અને તેના યુનિટ રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના 144 બેન્ક  ખાતામાં કુલ મેળવીને માત્ર રૂ. 19.34 કરોડ રૂપિયા બચ્યા છે. 

બોસ્ટનની કંપની અમેરિકન ટાવર કોર્પે આરકોમ પર 230 કરોડનો દાવો દિલ્હીની હાઇકોર્ટમાં કર્યો છે.
અમેરિકન ટાવર કોર્પની તરફથી દાખલ થયેલા કેસમાં દિલ્હી હાઈકોર્ટને અપાયેલી એફિડેવિટમાં બંને કંપનીએ આ વિગતો આપી છે.

અમેરિકાની કંપનીએ આરકોમ અને આરટીએલ પર એક્ઝઇટ ફી અને સર્વિસ ચાર્જ તરીકે રૂ. 230 કરોડનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ આરકોમે ડિસેમ્બર મહિનામાં વાયરલેસ સર્વિસ અટકાવી દીધી છે. આ માટે તેણે ટાવરના લીઝ એગ્રીમેન્ટથી બચવા પેમેન્ટ્સ આપવા પડશે.

બીજી બાજુ અનિલ અંબાણીની કંપની 46 હજાર કરોડના દેવામાં દબાયેલી છે. ગયા વર્ષે તેમણે પોતાનો વાયરલેસ બિઝનેસ બંધ કરી દીધો હતો કારણ કે કંપનીની રેવન્યુ સતત ઘટી રહી હતી. 

કંપનીએ દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું કે 119 બેન્ક ખાતામાં 17.86 કરોડ રૂપિયા છે. તેમની સબ્સિડિયરી કંપની આરરટીએલે જણાવ્યું કે 25 બેન્ક ખાતામાં 1.48 કરોડ રૂપિયાની આસપાસ જમા છે.

બંને કંપનીએ ઓક્ટોબરમાં પોતપોતાની એફિડેવિટ જમા કરતા બેન્ક સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટ પાસે મુદ્દત માંગી છે. હવે સુનવણી 13 ડિસેમ્બરે થશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.