30 ટકાથી ઓછું રિઝલ્ટ લાવનારી સ્કૂલોના પ્રિન્સિપાલ અને શિક્ષકોના ઇનક્રિમેન્ટ અટક્યા

બોર્ડની પરીક્ષામાં અનેક સ્કુલના પરિણામો ઓછા આવતા કડક કાર્યવાહી કરવામાં આવી.
By: Monika Vyas   PUBLISHED: Mon, 17 Jun 2019 13:39:58 +0530 | UPDATED: Tue, 25 Jun 2019 15:21:56 +0530

 અમદાવાદ 

રાજ્યની બોર્ડની પરીક્ષાઓના તાજેતરમાં પરિણામો આવ્યા છે.બોર્ડની પરીક્ષામાં જે સ્કૂલોએ નબળો દેખાવ કર્યો છે તેમના આચાર્યો અને શિક્ષકો પર હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ત્રણ વર્ષથી સતત ૩૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાના આચાર્યોના ઇનક્રિમેન્ટ  અટકાવવાનો નિર્ણય લેવાયો છે.

શિક્ષણ વિભાગ દ્વારા જે-તે વિષયમાં સતત ત્રણ વર્ષથી પરિણામ ૩૦ ટકા કરતા ઓછું આવતું હોય તેવા શિક્ષકોનું પણ ઇનક્રિમેન્ટ અટકાવવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરની ૧૬ શાળાનું છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ ૩૦ ટકા કરતા ઓછું હોવાથી આ સ્કૂલોના પ્રિન્સિપાલોનું એક ઇનક્રિમેન્ટ રોકવામાં આવ્યું છે.

જેમ કે શહેરની એસએમએન સ્કૂલનું રિઝલ્ટ 2017માં માત્ર 4.21 ટકા હતું,2018માં 4.05 ટકા અને 2019માં 17.14 ટકા હતું.

શહેરની નટવરલાલ શાહ સ્કૂલનું 2019નું રિઝલ્ટ તો માત્ર 2.50 ટકા આવ્યું છે.તો પ્રેયસ હાઈસ્કૂલનું(2019) 5.56 ટકા અને મંગલમ વિદ્યામંદિરનું (2019) 6.25 ટકા જ રિઝલ્ટ છે.

આવી 16 સ્કૂલોના આચાર્યના ઈજાફાઓ અટકાવી દેવામાં આવ્યા છે.   

શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાતી પરીક્ષા દરમિયાન જે શાળાનું પરિણામ ૩૦ ટકા કરતા ઓછું આવતું હોય છે તેવી શાળા પર બોર્ડ ખાસ ધ્યાન આપી શાળાનું પરિણામ સુધરે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે.

 

હાલમાં બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલી પરીક્ષાના પરિણામ બાદ બોર્ડ દ્વારા ત્રણ વર્ષથી ૩૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાની યાદી તૈયાર કરી જે-તે જિલ્લામાં મોકલી તેમની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરમાં ૧૬ શાળા એવી છે કે જેમનું માર્ચ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૯ સુધી સતત ત્રણ વર્ષ ૩૦ ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે. જેથી આ શાળાના આચાર્યોનો એક વર્ષનો ઈજાફો ભવિષ્યની અસર વગર અટકાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે જે તે વિષયમાં પણ નબળું પરિણામ આવ્યું હોઈ શિક્ષકોનું પણ ઇનક્રિમેન્ટ અટકાવવામાં આવ્યો છે.

 

                                                                    

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.