જમ્મુ કાશ્મીરને મળી શકે છે હજારો કરોડનું પેકેજ,મોદી સરકારની અગત્યની મીટિંગ

કલમ 370 દૂર કર્યા પછી મોદી સરકારની કેબિનેટમાં નિર્ણય થઈ શકે છે.
By: Monika Vyas   PUBLISHED: Wed, 28 Aug 2019 10:23:45 +0530 | UPDATED: Wed, 28 Aug 2019 10:23:45 +0530

દિલ્હી  

કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ મોદી સરકાર  જમ્મુ કાશ્મીર માટે  પેકેજની જાહેરાત કરી શકે છે. કેટલાક મીડિયાના સૂત્રો પ્રમાણે આજે બુધવારે થનારી કેબિનેટ બેઠકમાં આ પેકેજને મંજૂરી મળી શકે છે.


કાશ્મીર પર કલમ 370 હટાવવાના નિર્ણય લીધા બાદ પીએમ મોદી પોતાના મંત્રી મંડળ સાથે આ મુદ્દે પહેલી વખત વિસ્તારથી ચર્ચા કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ કાશ્મીરની સ્થિતિની સમીક્ષા ઉપરાંત મહત્વના નિર્ણયને મંજૂરી આપી શકે છે.

 પીએમ મોદી ત્રણ દેશોની યાત્રા કરી મંગળવારે દેશ પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટના રોજ કેબિનેટે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 દૂર કરવા સાથે તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયને મંજૂરી આપી હતી.

જમ્મુ કાશ્મીરમાં પહેલા જ કેન્દ્ર સરકારે 12 થી 14 ઓક્ટોબર વચ્ચે શ્રીનગર ઈન્વેસ્ટ સમિટ કરવાની જાહેરાત કરી છે જેમાં 75 હજાર કરોડના રોકાણના પ્રસ્તાવ આવવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકાર 5 ઓગસ્ટથી અત્યાર સુધીની સ્થિતિથી સંતુષ્ટ છે અને સરકાર માટે રાહતની વાત છે કે હજુ સુધી કોઈ મોટી ગંભીર ઘટના બની નથી..  

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.