દાનવીર ભીખારી ગોદડિયા બાપુનું નિધન,ભીખમાં મળેલી રકમનું કરતાં હતા દાન

ખીમજીભાઇ પ્રજાપતિ ભીખમાં મળેલી રકમનું દાન કરતાં હતા
By: Monika Vyas   PUBLISHED: Fri, 02 Aug 2019 19:08:16 +0530 | UPDATED: Fri, 02 Aug 2019 19:08:16 +0530મહેસાણા

મહેસાણાના દાનવીર ભિક્ષુક ખીમજીભાઇનું રાજકોટમાં ટુંકી માંદગી બાદ નિધન થયું છે. ગોદડિયા બાપુના હુલામણા નામથી જાણીતા ખીમજીભાઇને મહેસાણાની શાળામાં  અનેક લોકોએ શ્રદ્ધાંજલી આપી તેમને યાદ કર્યા હતા.ગોદડિયા બાપુ પોતે ભીખ માંગતા હતા અને તેમને ભીખમાં મળેલી રકમનું દાન કરી દેતા હતા. ગોદડીવાળાબાપુ પોતે ભીખ માંગીને ગરીબ દિકરીઓને સોનાની બુટ્ટીઓનું દાન, ગરીબ બાળકોને દફતર, કપડાં, વિધવા ગરીબ બહેનો સાડી, શિયાળામાં ગરમ ધાબડાનું દાન કરતાં હતાં.

68 વર્ષના ખીમજીભાઈ અપંગ હોવાથી ટ્રાઇસિકલ પર બેસીને મહેસાણામાં આવેલા સાંઇબાબા મંદિર, હનુમાન મંદિર વગેરે ધાર્મિક સ્થળો આગળ બેસીને ભીખ માંગતા હતા.

મૂળ રાજકોટના ખીમજીભાઇ પ્રજાપતિએ છેલ્લા 17 વર્ષથી મહેસાણાને કર્મભુમિ બનાવી હતી. અપંગ એવા ગોદડિયા બાપુને લોકો મંદિર અને જાહેર માર્ગો પરથી પસાર થતા સમયે ૧ બે રૂપિયા નહીં પરંતુ ૧૦૦ અને ૫૦૦ રૂપિયા પણ દાનમાં આપતા હતા. મહેસાણા શહેરના સિમંધર સ્વામી જૈન દેરાસરની બહાર વર્ષોથી ભીખ માગવા બહાર ઊભા રહેતા.

 ગોદડિયા બાપુ ભિક્ષામાં એકત્ર થયેલી રકમ બાળાઓના શૈક્ષણિક ઉત્કર્ષની પાછળ વાપરતા જેમાં તેમણે આ જ સરકારી શાળાની બાળાઓને સોનાની ૧૦ બુટીઓ દાન માં પણ આપી હતી. છેલ્લા સાત વર્ષથી તેઓ મહેસાણાની વિવિધ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ૨૫૦૦ કરતાં વધુ બાળકીઓને શિક્ષણ સહાય કરી હતી.

તાજેતરમાં જ ગોદડિવાળા બાપુએ પોતે માંગેલી ભીખમાંથી એકઠી કરેલ ૧૦૦૦૦ રૂપીયા જેટલી મહામુલી રકમમાંથી મહેસાણાના સુખાપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં આભ્યાસ કરતા ૧૦૪ જેટલા છોકરા-છોકરીઓને દફતર આપ્યા હતા.

સેવાવૃતિને ધર્મ બનાવીને તેમણે ધાબળા, સ્કૂલડ્રેસ, નોટબુક્સ પણ વિદ્યાર્થીઓને દાનમાં આપી હતી.ગોદડિયા બાપુને રોટરી કલબ તરફથી બીજી અન્ય સંસ્થાઓ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.જોવાની વાત એ હતી કે સન્માનમાં મળેલી  રકમ અને ભેટ તો વહેંચીને ફરીવાર દાન આપતા હતા.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.