પિતાની રિવોલ્વર પોતાના લમણે મારી પુત્રનો આપઘાત

અમદાવાદમાં 44 વર્ષની વ્યક્તિએ આત્મહત્યા કરી
By: Monika Vyas   PUBLISHED: Fri, 07 Jun 2019 15:18:28 +0530 | UPDATED: Fri, 07 Jun 2019 15:18:28 +0530

અમદાવાદ

અમદાવાદમાં એક વેપારીએ પોતાના પિતાની રિવોલ્વર લમણે મારી આત્મહત્યા કરી છે.શહેરના ગુરૂકુળ વિસ્તારની સનરાઇજ પાર્ક સોસાયટીમાં રહેતા 44 વર્ષની આ વ્યક્તિની આત્મહત્યાનું પ્રાથમિક કારણ તેનું ડિપ્રેશન સામે આવ્યું છે.

અમદાવાદના ગુરૂકુળના સનરાઇઝ પાર્કમાં રહેતા ગુરમિત સિંહ ઢીંગરાએ તેના પિતા ઉજવલસિંહની રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. ઉજવલસિંગ ઢીગરાએ પોતાના અંગત વપરાશ માટે લીધેલી રિવોલ્વર ચૂંટણીનાં કારણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. જે પછી ગુરૂવારે બપોરે ઉજવલસિંગ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી પોતાની રિવોલ્વર પાછી લઇ આવ્યાં હતાં.

પુત્ર ગુરમિતસિંગે પિતાને કહ્યું હતું કે, 'હવેથી આ હથિયાર મારી પાસે રાખીશ. તેનું લાયસન્સ પણ મારે નામે કરાવી લઇશ.'

જે બાદ બપોરે એક કલાકે ગુરમિતે બાથરૂમમાં રિવોલ્વર વડે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. વસ્ત્રાપુર પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણ થઇ છે કે ગુરમિતનાં છૂટાછેડા થયા ત્યારથી ડિપ્રેશનમાં હતો. તેની માનસિક સારવાર ચાલતી હતી. જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવું જોઇએ.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.