મોકુફ થયેલી લોક રક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ ફરી યોજાશે

પેપર લીક થતાં પરીક્ષા મોકુફ રહી હતી.
By: Monika Vyas   PUBLISHED: Thu, 06 Dec 2018 19:53:14 +0530 | UPDATED: Thu, 06 Dec 2018 19:53:14 +0530


ગાંધીનગર

લોક રક્ષક દળનું પેપર લીક થયા પછી 2 ડિસેમ્બરે લેવાનારી તેની પરીક્ષા મોકુફ થઇ હતી.પેપર લીક થયા પછી મોકુફ થનારી લોકરક્ષક દળની પરીક્ષા હવે ફરીથી 6 જાન્યુઆરીએ યોજાશે.ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ આપેલી માહિતી પ્રમાણે પેપર લીક થવાને કારણે મોકુફ કરવામાં આવેલી પરીક્ષા 6 જાન્યુઆરીએ લેવામાં આવશે.

લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ને રવિવારે યોજાશે જેમાં 8.75 લાખ જેટલા ઉમેદવારો ફરીથી પરીક્ષા આપશે.રાજ્ય સરકારે અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે 6 જાન્યુઆરીએ થયેલી પરીક્ષા માટે  ઉમેદવારોને આવવા જવા એસટી બસમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે.

વિકાસ સહાયના જણાવ્યા પ્રમાણે આ વખતે પરિક્ષા પારદર્શી ફૂલપ્રુફ અને કડક બંદોબસ્ત વ્યવસ્થા વચ્ચે યોજાશે.

બીજી તરફ ગુરૂવારે આ પેપર લીક કૌભાંડની તપાસ કરી રહેલાં ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ કહ્યું હતું કે અમે 50 જેટલા એવા ઉમેદવારોને ડીટેઇન કર્યા છે જેમણે લીક થયેલું પેપર અને તેના જવાબો મેળવ્યા છે.અમે આવા પરીક્ષાર્થીઓને આગામી 6 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષામાં ફરી નહીં બેસવા દેવા માટે ભરતી બોર્ડને ભલામણ કરીશું.

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે 2 ડિસેમ્બર-2018ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના 8.75 લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી હતી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.અચાનક પરીક્ષા રદ થવાને કારણે હજારો ઉમેદવારોએ એક્ઝામ સેન્ટર પર હોબાળો કર્યો હતો.

રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષા ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.