ફેક્ટરીઓમાં સ્થાનિકોને રોજગાર નહીં અપાય તો હું આંદોલન કરીશ: ભાજપના જ ધારાસભ્યએ ચડાવી બાંય

ફેક્ટરીઓમાં 80% સ્થાનિકોને રોજગારી નહીં મળે તો આંદોલન કરીશઃ બીજેપીના ધારાસભ્ય
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Oct 2018 13:15:46 +0530 | UPDATED: Fri, 12 Oct 2018 16:07:15 +0530


હિમ્મતનગર

સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામમાં બનેલી એક ચકચારી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ વધી ગઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ગુજરાત છોડી પોતાના વતન ચાલવા મજબુર બન્યા છે. ત્યારે આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયુ છે. વિપક્ષના નેતાઓ આ મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોવાની વાત એ છે પરપ્રાંતીયોના રોજગાર બાબતે ખુદ ભાજપના જ ધારાસભ્યએ સ્થાનિકોને નોકરીઓ આપવાની ચીમકી આપી છે.

હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજેન્દ્રસિંહે મીડીયામાં ઇન્ટરવ્યુ આપતાં જણાવ્યું કે જો સ્થાનિક લોકોને રોજગાર નહીં અપાય તો હું આંદોલન કરીશ.સ્થાનિકોને રોજગારી નહીં મળે તો અમે ચલાવી નહીં લઇએ.

રાજેન્દ્રસિંહે જણાવ્યુ કે, યુવાનોની માંગણી એ હતી કે ફેક્ટરીઓમાં પરપ્રાંતિય લોકો છે. હમણાં જ સીએમ વિજયભાઈએ જાહેર કર્યુ હતું કે  કોઈ પણ ફેક્ટરીઓમાં ૮૦ ટકા સ્થાનિક લોકો નહીં હોય તે નહીં ચલાવી લેવાય. હું તત્કાલ ફેક્ટરીઓનો સર્વે કરાવીશ અને જો ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો હું જાહેરમાં ૫૦ ગામના લોકો અહીં હાજર છે ત્યારે કહું છું કે મારે લો એન્ડ ઓર્ડરની સાથે આંદોલન કરવુ પડશે તો પણ કરીશ. સમગ્ર ટીમને સાથે રાખીને બેસીશ. સ્થાનિકોને રોજગાર આપવો જ  પડશે.

રાજેન્દ્રસિંહ ચાવડાએ વિધાનસભા 2017 ચૂંટણી દરમિયાન સોગંદનામામાં દર્શાવેલી વિગતો મુજબ તેમની આવક અંદાજે રૂ.1.37 કરોડથી વધુ તથા ૩૦ તોલાથી વધુ સોનું અને અનેક જગ્યાએ જમીન તથા વેપાર કરતા હોવાને કારણે ભાગીદારી પેઢીમાં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.