દિવાળીની અરેરાટી..કચરાપેટીમાંથી નવજાત શિશુની લાશ મળી

અમદાવાદમાંથી નવજાત શિશુની લાશ મળી હતી.(પ્રતીકાત્મક તસ્વીર)
By: Monika Vyas   PUBLISHED: Wed, 07 Nov 2018 14:27:26 +0530 | UPDATED: Wed, 07 Nov 2018 14:27:26 +0530


અમદાવાદ

દિવાળીના પાવન પર્વે અમદાવાદીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અમદાવાદીઓ પ્રકાશના પર્વની ઉજવણીમાં મસ્ત છે ત્યારે આજે શહેરના ગોતા વિસ્તારમાંથી એક મૃત હાલતમાં શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતદેહ કોહવાય ગયો હોવાથી બાળક છે કે બાળકી તે અંગે હજી કોઈ જાણકારી મળી નથી.

મળતી માહિતી મુજબ ગોતા વિસ્તારમાં આજે સવારે એક કચરાપેટીમાં નવજાત પડ્યું હોવાનું ધ્યાન આવતા સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરતા ખબર પડી કે નવજાત મૃત હાલતમાં છે જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ લોકો આ નવજાત શિશુને ત્યજી દેનાર અજાણ્યા શખ્સ પર ફિટકાર વરસાવી રહ્યા હતા. 

ગોતાના બાપા સીતારામ ચોક ખાતે મહાત્માગાંધી વસાહત પાસે કચરાપેટીમાં મૃત શિશુ પડ્યુ હોવાની જાણ થયા બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કોઈએ પોતાનુ પાપ છૂપાવવા માટે આ કામ કર્યુ છે કે બાળકનો મૃતહાલતમાં જન્મ થયા બાદ તેને ફેંકી દેવામાં આવ્યુ છે તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે બાળક ૧૫થી ૨૦ દિવસનુ જ હોઈ શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.