રવિન્દ્ર જાડેજાનો પરિવાર બે પક્ષોમાં વહેંચાયો,પત્ની ભાજપમાં તો બહેન કોંગ્રેસમાં

રવિન્દ્ર જાડેજાના બહેન રિવાબા કૉંગ્રેસમાં જોડાયા હતા.
By: Monika Vyas   PUBLISHED: Sun, 14 Apr 2019 14:42:57 +0530 | UPDATED: Mon, 15 Apr 2019 22:06:40 +0530


જામનગર

જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરમાં બે રાજકીય ફાંટા પડ્યા છે.રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતા અને હવે તેમના બહેન નયનાબા કૉંગ્રેસમાં જોડાયા છે.

રાજકોટના રહેવાસી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબેન જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે. વિધિવત રીતે નયના બા કોંગ્રેસમાં જોડાયા છે. જાડેજાના મોટા બહેન નયના બેન જાડેજા આજે અચાનક જ કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપતા દેખાયા હતાં.
 

જાડેજા પરિવારમાં જ બે ફાંટા જોવા મળતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપ સાથે જોડાયેલા છે. એટલું જ નહીં રીવાબા જાડેજાનું નામ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાને લઈને પણ ઉછળ્યું હતું. જોકે અહીંથી વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કરાયા હતાં અને રીવાબાનું પત્તુ કપાયું હતું. જોકે રીવાબા હાલ પણ ભાજપ સાથે જ સંકળાયેલા છે. કહેવાય છે કે રાજકારણનાં અનેક રંગ હોય છે. તેવી જ રીતે રાજકારણનો ચસકો પણ એવો હોય છે કે એક જ કુટુંબના કુટુબિજનોમાં જ બે જુદીજુદી વિચારધારાને જન્મ આપે છે. બરાબર લોકસભાની ચૂંટણી ટાણે જ કંઈક આવો રંગ ગુજરાતના ટીમ ઈન્ડિયા વતી રમી રહેલા ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં જોવા મળી રહ્યો છે.


રાજકોટના રહેવાસી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. રીવાબા જાડેજાનું નામ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાને લઈને પણ ઉછળ્યું હતું. જોકે અહીંથી વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કરાયા હતાં અને રીવાબાનું પત્તુ કપાયું હતું. જોકે રીવાબા હાલ પણ ભાજપ સાથે જ સંકળાયેલા છે.


તો રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયના બેન જાડેજા આજે અચાનક જ જામનગરમાં કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપતા દેખાયા હતાં. આમ રવિન્દ્ર જાડેજાની પત્ની એટલે કે ભાભી ભાજપમાં અને નણંદ (નયના જાડેજા) કોંગ્રેસ સાથે હોવાનું ચિત્ર ઉભું થયું હતું. સાથે આ ચિત્ર એ પણ દર્શાવે છે કે જાડેજા પરિવારમાં જ બે ફાંટા છે.


આમ જાણીતા એવા જાડેજા પરિવારમાં જ બે ફાંટા જોવા મળતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.