વરસાદના કહેર સામે મંત્રી પણ લાચાર,10 કલાકે ગાંધીનગરથી કેવડીયા પહોંચ્યા

રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ વરસાદમાં ફસાયા હતા
By: Monika Vyas   PUBLISHED: Thu, 01 Aug 2019 19:47:21 +0530 | UPDATED: Thu, 01 Aug 2019 19:47:21 +0530


ગાંધીનગર

 વડોદરા શહેરના નાગરિકો જ્યારે જળપ્રલયને કારણે ભારે મુશકેલીમાંથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે રાજ્ય સરકારના એક મંત્રી પર કુદરત સામે લાચાર થઇ ગયા હતા.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બુધવારે ગાંધીનગરથી કેવડિયા માટે નીકળ્યા હતા. કેવડિયા પહોંચવા માટે તેમને દસ કલાકનો સમય થયો હતો. તેઓ પણ ભારે વરસાદમાં ફસાઈ ગયા હતા. બુધવારે સાંજે ૬ વાગ્યે ગાંધીનગરથી નીકળેલાં શિક્ષણ મંત્રી કેવડિયા સવારે ચાર વાગ્યે પહોંચ્યા હતા.

ભુપેન્દ્રસિંહ કેવડીયા ખાતે આવેલા શુલપાણેશ્વરના મંદિરમાં પુજા કરવા પહોંચ્યા હતા.જો કે ગાંધીનગરથી નીકળ્યા બાદ ભુપેન્દ્રસિંહ 10 કલાકે કેવડીય પહોંચ્યા હતા.ભુપેન્દ્રસિંહે આને કુદરત સામેની લાચારી ગણાવી હતી.

ભુપેન્દ્રસિંહે કુદરતના કહેર સામે લાચારી વ્યક્ત કરતાં કહ્યું કે, આ બધુ સહજ છે.પંદર દિવસ પહેલા અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ પાણી ઘુસ્યું હતું. વિકસિત દેશ પણ કુદરત સામે લાચાર છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.