અમદાવાદનું નામ કર્ણાવતી થશે,યોગ્ય સમયે લેવાશે નિર્ણય : નિતીન પટેલ

યુપીમાં યોગી અદિત્યનાથે ફૈઝાબાદનું નામ અયોધ્યા કર્યા બાદ અમદાવાદનું નામ બદલવાની માંગ ઉઠી
By: Monika Vyas   PUBLISHED: Wed, 07 Nov 2018 11:55:49 +0530 | UPDATED: Mon, 12 Nov 2018 16:16:59 +0530

ગાંધીનગર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક પછી એક શહેરોના નામો બદલતા જાય છે. મંગળવારે તેમણે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કર્યું. એ પહેલાં તેઓ મુઘલસરાય, ગુડગાઁવ અને અલ્હાબાદના નામ બદલીને અનુક્રમે દિનદયાળ નગર, ગુરુગ્રામ અને પ્રયાગ કરી ચૂક્યા છે.

યુપીમાં શહેરના નામો બદલાયા પછી હવે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમદાવાદનું નામ બદલવાની તૈયારીમાં છે, જો એ કાયદાકીય અડચણને પાર કરી લે છે અને જરૂરી સમર્થન પ્રાપ્ત કરી લે. 

વધુમાં તેમને જણાવ્યું કે લોકોમાં હજુ પણ એવી ભાવના છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરી દેવું જોઇએ. કાયદાકીય અડચણ પાર કરવામાં જો અમને જરૂરી સમર્થન મળે છે તો અમે મહાનગરનું નામ બદલવા માટે હંમેશા તૈયાર છે.

નીતિન પટેલે જણાવ્યું છે કે અમદાવાદનું નામ બદલવા અંગે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પ્રજામાં અગાઉ પણ કર્ણાવતી નામ રાખવાની લાગણી હતી. પ્રજાના મનમાં કર્ણાવતી નામ વસેલુ જ છે

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.