32 કિલોમીટર દુરથી રોબોટનો ઉપયોગ કરીને માણસ પર પહેલીવાર એન્જીયોપ્લાસ્ટી કરાઇ,દુનિયામાં પહેલીવાર થયો હોવાનો દાવો

ડો.તેજસ પટેલે ગાંધીનગરમાં બેસીને એપેક્સ હાર્ટ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરી
By: Monika Vyas   PUBLISHED: Wed, 05 Dec 2018 20:02:04 +0530 | UPDATED: Fri, 07 Dec 2018 21:38:10 +0530


અમદાવાદ

જીવનમરણના ઝોલા ખાતા કોઇ અંતરિયાળ ગામમાં રહેતા દર્દી પર જો અચાનક ઇમરજન્સી સર્જરી કરવાની નોબત આવે તો  શું થાય તેની કલ્પના તમે કરી શકો છો? મોટુ ઓપરેશન થિયેટર ધરાવતી હોસ્પિટલ અને નિષ્ણાત તબીબીના +અભાવમાં દર્દીના બચવાના ચાન્સ ઓછા રહેતા હોય છે.

આવા સમયે કોઇ ડોક્ટર દુર અંતરે બેસીને જ ગામમાં રહેલાં દર્દીનું સફળતાપુર્ક ઓપરેશન કરી નાંખે તો?

તમે પુછશો કે આવું કેવી રીતે શક્ય બને?

ગુજરાતમાં બુધવારે એક ડોક્ટરે 32 કિલોમીટર દુર રહીને પણ દર્દીના હ્રદયમાં ટેલીરોબોટીક પધ્ધતિનો ઉપયોગ કરીને એન્જીયોપ્લાસ્ટી કરી હતી.અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો.તેજસ પટેલે ટેલીરોબોટીક સિસ્ટમનો ઉપયોગ કરીને હ્રદય રોગના દર્દી પર કોરોનરી ઇન્ટરવેન્શન કર્યું હતું.સાદી રીતે કહીએ તો 32 કિલોમીટર દુરથી રોબોટીક સિસ્ટમનો ઉપયોગ કરીને દર્દી પર એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

ડો.તેજસ પટેલ અમદાવાદ સ્થિત એપેક્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ અને ચેરમેન તરીકે ફરજ બજાવે છે.

તબીબોની ટીમ પરથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુનિયામાં પહેલીવાર કોઇ માણસમાં ટેલીરોબોટીક પરક્યુટેન્સ કોરોનરી ઇન્ટરવેન્શન(પીસીઆઇ) થયું છે.

આવી રોબોટીક એન્જીયોપ્લાસ્ટી નિહાળવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યાં હતા.

ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરમાંથી પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો.તેજસ પટેલે ટેલીરોબોટીક સિસ્ટમને જોયસ્ટીક દ્રારા સંચાલિત કરી હતી,જ્યારે બીજી તરફ 32 કિલોમીટર દુર અમદાવાદના એસજી હાઇવે પર આવેલી એપેક્ષ હોસ્પિટલમાં દાખલ દર્દીના હ્રદયમાં કોરોનરી ઇન્ટરવેન્શન એટલે કે એન્જીયોપ્લાસ્ટી કરી હતી.

ડો.તેજસ પટેલ કહે છે કે રોબોટીક પીસીઆઇનો માણસ પર પહેલીવાર પ્રયોગ થયો છે.સ્ટોક સહિતની કાર્ડિયોવસ્ક્યુલર બિમારીઓના કારણે દુનિયામાં 1.8 કરોડ લોકો મોતને ભેટતા હોય છે. દુર અંતરિયાળ રહેતાં હ્રદયરોગના દર્દીઓ અને સ્ટોકના દર્દીઓને રોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શનને ઘણો ફાયદો થઇ શકે તેમ છે.

જ્યારે જે દર્દીઓ પર ઓપરેશન થવાનું હતું તે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં દાખલ હતો. ડોક્ટર તેજસ પટેલે ગાંધીનગરમાં બેસીને એન્જીયોપ્લાસ્ટી માટે રોબોટને કમાન્ડ આપ્યા હતા. ડોક્ટરના કમાન્ડ પ્રમાણે રોબોટે એપેક્ષ હોસ્પિટલની કેથલેબમાં દર્દી પર એન્જીયોપ્લાસ્ટી કરી હતી.

1.5 મિલિયન ડોલરના ખર્ચે બનાવવામાં આવેલી આ રોબોટીક સિસ્ટમમાં કેથલેબમાં એક રોબોટીક હાથ ઉભો કરવામાં આવે છે.પછી એક કોકપીટ ઉભી કરવામાં આવે છે જેમાં કાર્ડિયોલોજીસ્ટ જોયસ્ટીક દ્રારા કમાંડ આપે છે અને એ પછી કેટલાંક ક્લીનીકલ મટીરીયલ હોય છે.કોકપીટમાં બેઠેલા તબીબ જોયસ્ટીક દ્રારા દુર અંતરે આવેલી હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીના હ્રદયમાં ગાઇડ કેથટર,સ્ટેન્ટ કે ગાઇડ વાયર આગળ ધપાવી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પદ્ધતિથી ચોક્સાઇ વધુ સારી રહી શકે છે એટલું જ નહીં પરંતુ દુર અંતરના દર્દી પર પણ તબીબ સફળતાપુર્વક એન્જીયોપ્લાસ્ટી કરી શકે છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.