અમિત જેઠવાની હત્યા કરાવનાર ભાજપના સાંસદ દિનુ સોલંકી સહિત 7ને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

અમિત જેઠવા(ડાબે) આરટીઆઇ એક્ટિવિસ્ટ હતા
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Jul 2019 12:48:42 +0530 | UPDATED: Thu, 11 Jul 2019 12:48:42 +0530અમદાવાદ

આરટીઆઈ એક્ટીવીસ્ટ અમિત જેઠવાની હત્યા કરનાર સાત આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.અમિત જેઠવાની હત્યા કરાવનાર ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

સીબીઆઈ કોર્ટેના જજ કે એમ દવેએ અમિત જેઠવાની હત્યાના સાતેય આરોપીઓને કોર્ટે આજીવન કેદની સાથે દંડ પણ ફટાકર્યો હતો. તેમાંથી 11 લાખ પરિવારજનોને અપાશે.જેમાં 5 લાખ અમિત જેઠવાની પત્ની અને 3-3 લાખ તેના બે સંતાનોને અપાશે. 

કોર્ટે શૂટર શૈલેષ પંડ્યાને આર્મ્સ એક્ટમાં આજીવન સજા અને 10 લાખનો દંડ, ઉદાજી ઠાકોરને 25,000નો દંડ, શિવા પચાણને 8 લાખનો દંડ તેમજ 302, 120-Bમાં સજા, શિવા સોલંકીને 15 લાખ દંડ, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ)ને 302, 120-Bમાં સજા અને 10 લાખનો દંડ, સંજય ચૌહાણને 1 લાખનો દંડ અને દિનુ બોઘા સોલંકીને 15 લાખ દંડ કરાયો હતો.

  સજાના ચુકાદા બાદ અમિત જેઠવાના પિતા ભીખા જેઠવાએ જણાવ્યું હતું કે મને આ કેસમાં ન્યાય મળ્યો છે. મને ન્યાય તંત્ર પર સંપૂર્ણપણે વિશ્વાસ છે. આ કેસમાં ન્યાય થયો છે.

અમિત જેઠવાએ ગીર જંગલોમાં ચાલતી ગેર કાનુની ખાણો અંગે આરટીઆઇ હેઠળ માહિતીઓ માંગી હતી.એટલુ જ નહીં પરંતુ ગુજરાત હાઈકોર્ટેમાં જાહેર હીતની અરજીઓ પણ કરી હતી.

જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુબોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.