અમુલ દુધના ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતા 3 પકડાયા

અમુલ દુધના ટેમ્પોમાં દારૂની હેરાફેરી પકડાઈ
By: Monika Vyas   PUBLISHED: Sun, 02 Jun 2019 17:15:45 +0530 | UPDATED: Sun, 02 Jun 2019 17:15:45 +0530

ડીસા 

એક તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી  દારૂના દૂષણને દબાવી દેવા માટે કટિબદ્ધ થયા છે તો બીજી બાજુ રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવા નવા રસ્તા શોધી રહ્યા છે.

ડીસામાં  બુટલેગરોએ અમુલ દૂધના ટેમ્પોમાં દારૂની હેરાફેરી શરૂ કરી હતી. ડીસાના આખોલ ચાર રસ્તા પાસે એલ. સી.બી  પોલીસે અમુલ દૂધના ટેમ્પોની આડમાં  કરવામાં આવતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

બુટલેગરો અમુલ દુધના ટેમ્પોમાં દૂધના કેનની આડમાં  દારૂની બોટલ સેટ કરીને દારૂની હેરાફેરી કરવાનો નવો કિમીયો પોલીસે ઝડપી પાડ્યો છે.

બનાસકાંઠા એલ.સી બી પોલીસે ઝડપેલા ટેમ્પો નંબર.જી.જે.13 વી 6183 ગાડી ને ઝડપી વિદેશી દારૂ 2 લાખ 12 હજાર 500 નો દારૂ તેમજ દૂધ ના કુલ 45 કેન સહિત કુલ ટેમ્પા સહિત રૂપિયા 7 લાખ 28 હજાર નો મુદામાલ પકડ્યો છે

પોલીસે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો (1) ફજલભાઇ જાબીરભાઇ કુરેશી રહે.દસાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર (2) હનીફભાઇ અબાસભાઇ તુવર રહે.મુંજપુર તા.શંખેસ્વર જી.પાટણ (3) બીલાલ રસુલભાઇ ચૌહાણ રહે.દસાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાઓ પકડયા છે.

આ તમામ સામે   ડીસા રૂરલ પોલિસ સ્ટેશન માં  પ્રોહિબિશન એકટ  હેઠળ  ગુનો નોંધી ને વધુ તપાસ હાથ છે..

રાજ્યનાં ડીજીપી શિવાનંદ ઝા દ્વારા મોટો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એક અઠવાડિયા સુધી રાજ્યમાં પોલીસ દારૂ-જુગારના અડ્ડાઓ પર દરોડા કરીને, દારૂબંધીનો કડક અમલ કરાવાશે. ઉપરાંત એલસીબી, ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીને પણ દરોડા કરવા આદેશ આપી દેવામાં આવ્યાં છે. 2થી 10 જૂન સુધી ચાલનારા આ અભિયાનમાં કોઇ પણ બુટલેગર કે જુગારીને છોડવામાં આવશે નહીં, તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.