પોરબંદર : દરિયામાં પીલાણા ડૂબી જતાં 3 માછીમારોના મોત

પોરબંદરમાં વરસાદની અસર દરિયામાં પણ જોવા મળી હતી.
By: Monika Vyas   PUBLISHED: Sat, 10 Aug 2019 18:33:37 +0530 | UPDATED: Sat, 10 Aug 2019 18:33:37 +0530

પોરબંદર 

પોરબંદરમાં ભારે વરસાદની અસર દરિયામાં પણ જોવા મળી હતી.રાત્રીના સમયે  પોરબંદરથી માછીમારી કરવા નિકળેલા ૧૭ જેટલા પીલાણાઓ દરીયાઈ તોફાનમાં ફસાયા છે. જેમાંથી ૩ પીલાણા ડુબી જતા ૩ જેટલા માછીમારોના મોત થયા છે.

પોરબંદરમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદની અસર દરિયામાં પણ જોવા મળી હતી.
પોરબંદરથી શુક્રવારે દરીયામાં માછીમારી કરવા નિકળેલા ૧૭ જેટલા નાની બોટ જેવા પીલાણા દરીયાઈ તોફાનમાં ફસાયા હતા.

આમાંથી ૩ પીલાણાઓ ડુબી જવાથી વસંત ભોવાન ભરાડ, મનીષ લાલજી મસાણી અને મુરુ લાખા રાઠોડ નામના ૩ માછીમારોના મોત નિપજયા હતા. તો કરશન આલા લોઢારી અને પ્રવિણ કાનજી મોદી તરીને દરીયા કિનારે પહોચી જતા તેમનો જીવ બચી ગયો હતો. જો કે આ માછીમારોને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા સમસ્તા ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ, બોટ એસોસીએશનના પ્રમુખ જીવનભાઈ જુંગી, ઉપપ્રમુખ વિશાલ મઢવી સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. 

બીજી તરફ દરીયામાં રહેલા ૧૪ જેટલા પીલાણાઓનો સંર્પક સાધવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આ બાબતે ખારવા સમાજ ધ્વારા જીલ્લા કલેકટર, કોસ્ટગાર્ડ તેમજ નેવીને પણ જાણ કરવામાં આવી હતી. હજુ પણ ૧૪ જેટલા પીલાણાનો કોઈ સંર્પક થઈ શકતો ન હોવાથી આ પીલાણા ધારકોના પરીવારજનોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.