બાળકોના આંખમાં મરચું નાંખી ભીખ મંગાવવામાં આવતી,17 બાળકોને રેસ્ક્યુ કરાવ્યા

અમદાવાદમાં ભીખ મંગાવવાના રેકેટનો પર્દાફાશ
By: Monika Vyas   PUBLISHED: Fri, 12 Jul 2019 12:49:27 +0530 | UPDATED: Fri, 12 Jul 2019 12:49:27 +0530

અમદાવાદ 


અમદાવાદમાં માસૂમ બાળકો પાસે બળજબરીથી ભીખ મંગાવવાના અને ચોરી કરાવવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.

શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચે વટવા વિસ્તારમાંથી 17 બાળકોને છોડાવ્યાં છે, એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા વટવા પોલીસે ચોરીના ગુનામાં બે સગીરોની ધરપકડ કરી હતી.

 પૂછપરછમાં સામે આવ્યું હતુ કે આનંદી સલાટ નામની મહિલાના કહેવાથી તેઓ આ બધુ કરી રહ્યાં છે.

આનંદી સલાટ નામની મહિલા બાળકો પાસે ભીખ અને ચોરી કરાવતી હોવાની માહિતી બહાર આવી છે.પોલીસના હાથે પકડાયેલી આ મહિલા કહે છે કે આ બાળકો તેના સગા સંબંધીઓના છે.

પોલીસે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 17 બાળકોને રેસ્કયુ કરાવ્યા હતા. 
આ બાળકો પાસે ભીખ મંગાવવામાં આવતી હતી.રેસ્ક્યુ કરાયેલા બાળકોની ઉંમર 8થી લઈને 20 વર્ષ સુધીની છે.

હાલ બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે મહિલા આરોપી અને તેના સાગરીતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ચાર-પાંચ લોકોની ગેંગ આ રેકેટ ચલાવતી હોવાનું પોલીસ માની રહી છે.

આરોપી મહિલાની ચુંગાલમાંથી છોડવાયેલી એક બાળકીએ જણાવ્યું હતું કે તેની પાસે કામ અને ભીખ મંગાવતા હતા. જો તે કામ ન કરે તો તેને મારતા હતા અને આંખમાં મરચું પણ નાખતા હતા. 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.