ચીફ સેક્રેટરી જેએન સિંહને 6 મહિનાનું અપાયું એક્સટેન્શન,આજે થઇ રહ્યાં હતા નિવૃત

જેએન સિંહ હાલ રાજ્યમાં ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.
By: Monika Vyas   PUBLISHED: Fri, 31 May 2019 14:52:41 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:39:28 +0530

ગાંધીનગર

ગુજરાતના મુખ્ય સચિવ જેએન સિંહને 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે.1983 બેન્ચના આઇએએસ ઓફિસર એવા જેએન સિંહ રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત છે અને 31 મેના રોજ તે સેવા નિવૃત થઇ રહ્યાં છે.

જો કે સરકારે તેમનો વહીવટી કામગીરીનો રેકોર્ડ જોતા તેમનો નોકરીનો ગાળો વધારવાનો નિર્ણય કર્યો છે.શુક્રવારે જેએન સિંહના એક્સટેન્શન પર સરકારની મંજુરીની મહોર વાગી છે.રાજ્યમાં દુકાળથી લઇને જુદા જુદા આંદોલનોને સંભાળવામાં સફળ રહેલાં જેએન સિંહ સરકારની સંકટ સમયની સાંકળ સાબિત થયા હતા.

જેએન સિંહનો સફળ ટ્રેક રેકોર્ડ જોતાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તેમને નિવૃતિ પછી પણ નોકરીમાં 6 મહિનાનું એક્સટેન્શન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભલામણ કરી હતી.વડાપ્રધાનના કાર્યલાય અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનીંગે જેએન સિંહના એક્સટેન્શન પર મંજુરીની મહોર મારી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.