સરકારે 61 હજાર શિક્ષકોની દિવાળી સુધારી,7માં પગારપંચનો પહેલો હપ્તો ચુકવવાની જાહેરાત

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શિક્ષકોને 7માં પગારપંચનો પ્રથમ હપ્તો ચૂકવવાની જાહેરાત કરી
By: Monika Vyas   PUBLISHED: Tue, 06 Nov 2018 17:09:31 +0530 | UPDATED: Tue, 06 Nov 2018 17:09:31 +0530


ગાંધીનગર

 રાજ્યના હજારો શિક્ષકોની દિવાળી સુધરે તેવો નિર્ણય સરકારે કર્યો છે.રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમાં પગારપંચ પ્રમાણે તફાવતનો પ્રથમ હપ્તો ચૂકવવાની જાહેરાત કરી છે. આ પગારની ચૂકવણી ચાલુ માસમાં જ કરી દેવામાં આવશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને 7માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ સ્કેલ ટુ સ્કેલના ધોરણે લાગુ પાડવામાં આવ્યાં છે. જે અનુસાર 1 ઓગસ્ટ 2017થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચૂકવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.

રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે.

જ્યારે 1 જાન્યુઆરી 2016થી 31 જુલાઇ 2017 સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવવા અંગે રાજય સરકારે નિર્ણય કર્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.