રાજ્યના લાખો પેન્શનર્સ માટે ખુશીના સમાચાર, ગુજરાત હાઇકોર્ટનો શાનદાર નિર્ણય

અમદાવાદ
By: admin   PUBLISHED: Thu, 11 Jul 2019 00:09:30 +0530 | UPDATED: Thu, 11 Jul 2019 00:09:30 +0530

ગુજરાત હાઈકોર્ટે તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવે તેનો નિર્ણય કરતા રાજ્ય સરકારને મોટો ઝાટકો આપ્યો

ગુજરાત રાજ્યના લાખો પેન્શનર્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવે તેનો નિર્ણય કરતા રાજ્ય સરકારને મોટો ઝાટકો આપ્યો છે. જે પેન્શનર ધારકોએ હાઈકોર્ટમાં અરજી ન કરી હોય તેમને નોશનલ બેનિફિટ આપવા અંગે સરકારે ૨૦૧૮માં ઠરાવ કર્યો હતો. જેને હાઈકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છેકે, તમામ પેન્શનર્સને ૨૦૦૬થી આ લાભ આપવામાં આવે.

આ નિર્ણય રાજ્યના લાખો પેનશનર્સને રાહત સમાન હાઇકોર્ટનો નિર્ણય છે. હવેથી સ્કેલ ટુ સ્કેલનો લાભ તમામ પેંશનર્સને મળશે.

વર્ષ ૨૦૦૬થી આ લાભ આપવા કોર્ટે હુકમ કર્યો છે. ત્યાં જ હાઇકોર્ટે જણાવ્યું છે કે, હાઇકોર્ટમાં અરજી ન કરી હોય તેવા પેંશનર્સને નોશનલ બેનિફિટ આપવા અંગેના ૨૦૧૮ના સરકારના ઠરાવને હાઇકોર્ટે રદ્દ કર્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.