કોંગ્રેસે ઠાકોર સમાજ અને અલ્પેશ ઠાકોરને ઘણુ બધું આપ્યું, ગેનીબેનનું મોટુ નિવેદન

અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી નારાજ હતા
By: admin   PUBLISHED: Wed, 10 Apr 2019 23:27:17 +0530 | UPDATED: Wed, 10 Apr 2019 23:27:17 +0530

બનાસકાંઠા

બનાસકાંઠાનાં સુઇગામ ખાતે કૉંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં વાવના ધારાસભ્ય ગેની બહેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ગેની બહેને અલ્પેશ ઠાકોર મામલે નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસે ઠાકોર સમાજ અને અલ્પેશ ઠાકોરને ઘણું બધું આપ્યું છે. ધારાસભ્ય બનાવ્યા છે. ઉલ્લેખનિય છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ છે.

અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ આ નિવેદન સામે આવ્યું છે. તો અમિત ચાવડાને અલ્પેશ સાથે વાત કરી છે. જો કે મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી નારાજ હતા. સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ તેનું નામ બાકાત રાખવામાં આવ્યું હતું. હાર્દિક પટેલનો સમાવેશ કરાયો હતો અને અલ્પેશની અવગણના કરવામાં આવી હતી.અલ્પેશે કોંગ્રેસ પર વિશ્વાસઘાતના આરોપ સાથે કોંગ્રેસનો છેડો ફાડ્યો છે. અલ્પેશે તેમના રાજીનામા પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસમાં ઠાકોર સેનાની સતત અવગણના અને અપમાન થતા હોવાથી તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે. અલ્પેશે પત્રમાં એવો પણ દાવો કર્યો કે જો પદ અને સત્તાની લાલસા હોય તો કદાચ તેઓ કોંગ્રેસના ખરાબ અને સંઘર્ષના સમયમાં કોંગ્રેસમાં ન જોડાયા હોત.અલ્પેશે ભારે દુખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પત્રના અંતમાં તેમણે લખ્યું છે કે કોંગ્રેસમાં સન્માનની ઊણપ રહી જેનું ભારોભાર દુખ છે. કોંગ્રેસમાંથી હંમેશા વિશ્વાસઘાત મળ્યાનો અલ્પેશે દાવો કર્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.