મોદી સરકારને આવતાની સાથે ઝટકો,જીડીપી દર 6%થી પણ નીચે,બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધુ

જીડીપી દર પાંચ વર્ષમાં સૌથી ઓછો નોધાયો
By: Monika Vyas   PUBLISHED: Fri, 31 May 2019 19:43:31 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:39:55 +0530

દિલ્હી 

મોદી સરકારે ગઇકાલે શપથ લીધા પછી આજથી કામકાજ શરૂ કર્યા બાદ દેશની અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.નાણાંકીય વર્ષ 2018-19ના જાન્યુઆરથી માર્ચના ચોથા ક્વાટરમાં જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ દર ઘટીને 6 ટકાથી પણ નીચે જતો રહ્યો છે.દેશ માટે સૌથી મહત્વનો ગણાતો જીડીપી 5.8 ટકા જેટલો સ્લો ડાઉન થયો છે.છેલ્લાં પાંચ વર્ષમાં આ સૌથી ધીમો જીડીપી રેટ છે.

જીડીપીના આ આંકડાઓ બતાવે છે કે ભારતનો આર્થિક વિકાસ ચીન કરતાં પણ ઓછો થયો છે.ચીનનો જીડીપી 6.4 ટકાનો છે.

જીડીપી ઘટવા માટેના કારણોમાં મુખ્યત્વે દેશના સ્થાનિક લોકોનો વપરાશ ઘટી રહ્યો છે એ જવાબદાર છે અને તેની સાથોસાથ દેશમાં મૂડીરોકાણ પણ ઘટી ગયું છે. એપ્રિલ ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ દરમિયાન સરકારી ખર્ચ માત્ર ૯.૨ ટકા વધ્યો છે જે આગલા વર્ષે ૧૫ ટકા વધ્યો હતો.

લોકોની ખરીદશક્તિ ઘટતા, માંગમાં ભારે ઘટાડો જોવા મળતા અને સરકારે ખર્ચ ઘટાડતા દેશના અર્થતંત્રને ભારે ઝટકો વાગ્યો છે. જાન્યુઆરી-માર્ચમાં દેશનું અર્થતંત્ર 5.8%ના દરે આગળ વધ્યું છે,જેનું અનુમાન 6.3%ની આસપાસનું હતુ. સમગ્ર વર્ષ માટેનો આ આંકડો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ખરાબ છે.

ભારતની કરોડરજ્જુ ગણાતા કૃષિ ક્ષેત્રની હાલત દિવસે ને દિવસે બદથી બત્તર થઈ રહી છે. સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર કૃષિ અને તેની સલગ્ન સેવાઓનો વિકાસ દર ગત વર્ષના ૫ ટકાની વૃદ્ધિ સામે આ વર્ષે માત્ર ૨.૯ ટકા વિકસ્યો છે.

એકબાજુ જીડીપી દર ચિંતા ઉપજાવે તેવો સામે આવી રહ્યો છે તો બીજી તરફ લેબર સર્વે પ્રમાણે ગત નાણાંકીય વર્ષ 2017-18માં માં દેશનો બેરોજગારી દર પણ વધીને 6.1 ટકા પર પહોંચ્યો હતો. એક વર્ષ સુધી ૨૦૧૭-૧૮માં થયેલા સર્વેના આંકડા છુપાવ્યા પછી નવી કેબીનેટના મંત્રીઓએ ચાર્જ સાંભળતા જ શ્રમ મંત્રાલાયે આજે સ્વીકાર્યું હતું કે દેશમાં બેરોજગારીનો દર ૬.૧ ટકા હતો જે છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ છે. સત્તાવાર જાહેરાત અનુસાર દેશના શહેરી વિસ્તારમાં બેરોજગારીનું પ્રમાણ ૭.૮ ટકા અને ગ્રામીણ વિસ્તારમાં તે ૫.૩ ટકા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.