હિ.પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર બરફની ચાદરમાં ઢંકાઈ ગયુ

જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગ, શ્રીનગર સહિતના કેટલાક વિસ્તારમાં હિમવર્ષાની શરુઆત થઈ
By: admin   PUBLISHED: Sat, 03 Nov 2018 20:39:45 +0530 | UPDATED: Sat, 03 Nov 2018 20:50:01 +0530

પર્યટકોમાં ખુશીનું મોજુ

જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગ, શ્રીનગર સહિત કાશ્મીરની ઊંચાઈવાળા વિસ્તારમાં શુક્રવારથી હિમવર્ષાની શરુઆત થઈ ગઈ છે. જેનાથી અહીં પારો ૧૦ ડિગ્રી સુધી નીચે ચાલ્યો ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ગુલમર્ગમાં મધ્યમ હિમવર્ષા થઈ છે અને આશરે ૬ ઈંચ જેટલો બરફ પડ્યો. જ્યારે અન્ય ભાગોમાં પણ હિમવર્ષા થઈ છે.  નવેમ્બરની શરુઆત થતા જ ઠંડીએ દસ્તક આપી દીધી છે.


જમ્મુ-કાશ્મીર ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારમાં પણ હિમવર્ષા શરુ થઈ છે. શનિવારે ઉત્તરાખંડ સ્થિત ચારધામમાંથી એક એવા કેદારનાથ મંદિરમાં ભારે હિમવર્ષા થઈ. હિમવર્ષાના કારણે સમગ્ર કેદાર ઘાટી સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ હતી. જેના પગલે કેદારનાથ મંદિરમાં દર્શન માટે પહોંચનાર ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

માનવામાં આવી રહ્યુ છે કે કેદાર ઘાટીનુ વાતાવરણ શુક્રવાર સુધી સાફ હતુ. કેદારનાથ ઘાટી ઉપરાંત ઉત્તરાખંડમાં સ્થિત યમનૌત્રીમાં પણ હિમવર્ષા થઈ છે. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. જમ્મુ-કાશ્મીરના કેટલાક મેદાની વિસ્તારમાં ભારે હિમવર્ષા થતા અહીં પહોંચેલા પર્યટકોએ ખૂબ જ મજા માણી હતી. ગત ૧૨ કલાક દરમિયાન જોજિલા દર્રા, દ્રાસ, કારગીલ, સોનમર્ગ, પહેલગામ અને ગુલમર્ગમાં હિમવર્ષા થઈ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.