પુર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલને ઇડીનું સમન્સ,6 જુને પુછપરછ માટે બોલાવ્યા

એવિએશન સ્કેમ અંગે પ્રફુલ્લ પટેલની થશે પુછપરછ
By: Monika Vyas   PUBLISHED: Sat, 01 Jun 2019 19:19:26 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:43:08 +0530


દિલ્હી

યુપીએ સરકારના પુર્વ એવીએશન મંત્રી અને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ઇડી)એ સમન્સ મોકલ્યું છે.ઇડીએ સમન્સ મોકલીને પ્રફુલ્લ પટેલને 6 જૂને હાજર રહેવા માટે જણાવ્યું છે. પ્રફુલ્લ પટેલના યુપીએ સરકારના કાર્યકાળમાં થયેલા એવિએશન સ્કેમ બાબતે ઇડીએ સમન્સ મોકલ્યું હોવાનું જાણવા મળેલ છે.

સુત્રોના કહેવા પ્રમાણે પ્રફુલ્લ પટેલ પર આરોપ છે કે તેમણે પોતાના પદનો ઉપયોગ કરીને વિદેશી એરલાઇન્સ કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હતો.ઇડીના સુત્રોના કહેવા પ્રમાણે આ સ્કેમના મુખ્ય આરોપી દીપક તલવાર અને તેના પુત્ર આદિત્યના સંપર્ક પ્રફુલ્લ પટેલ હતા. ઈડીની પાસે દીપક તલવાર અને પટેલની વચ્ચે ઈ-મેલ દ્વારા થયેલી વાતચીતના પુરાવા પણ છે. દીપક તલવારે ઉડ્ડયન મંત્રાલયમાં પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને વિદેશી એરલાઈન કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હતો. તેના બદલામાં તેને મોટી રકમ મળી હતી. તેની પર મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે.

ઇડી આ મામલામાં દીપકની ધરપકડ કરીને તેની સામે  ચાર્જશીટ દાખલ કરી ચુક્યું છે. દીપકને આ વર્ષે જાન્યુઆરીમાં દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. તે ત્યારથી કસ્ટડીમાં છે. આદિત્યની વિરુદ્ધ નોન-બેલેબલ વોરન્ટ ઈસ્યુ કરી ચુકી છે. તે એન્ટીગુઆમાં હોય તેવી શકયતા છે.

ઇડીના  કેટલાક અધિકારીઓએ કહ્યું હતું કે દીપક તલવાર પ્રફુલ્લ પટેલના મિત્ર હતા. એવિએશન ગોટાળામાં સીબીઆઈ એ ઓગસ્ટ 2017માં એફઆઈઆર નોંધી હતી. ઈડી ત્યારથી આ મામલાની તપાસ કરી રહ્યું હતું. ઈડી ત્યારથી આ મામલાની તપાસ કરી રહ્યું છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.