યુએઈમાં ભારતીયએ લોટરીમાં જીત્યા ૨૭.૨ લાખ US ડોલર

કેરળનો રહેવાસી મારકોસ ૨૦૦૪થી દુબઈમાં વસવાટ કરે છે : જીતેલી રકમમાંથી પહેલા ચુકવશે લોન
By: admin   PUBLISHED: Mon, 05 Nov 2018 15:24:12 +0530 | UPDATED: Mon, 05 Nov 2018 15:24:12 +0530

વધુ એક ભારતીયને લાગી લોટરી

સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં મંથલી લોટરી જેકપોટમાં એક ભારતીય વ્યક્તિએ ૨૭.૨ લાખ અમેરિકી ડોલરની રકમ જીતી લીધી છે.  અબુધાબીમાં નક્શીકામ કરતા  બ્રિટી મારકોસ નામના વ્યક્તિનું કહેવુ છે કે, તેને આશા હતી કે જેકપોટ જીતશે. મળતી માહિતી મુજબ, મારકોસ કેરળનો રહેવાસી છે અને તે ૨૦૦૪થી દુબઈમાં રહે છે. મારકોસ છેલ્લા બે વર્ષથી બિગ ટિકિટની ટિકિટ ખરીદતો હતો, પરંતુ તે ક્યારેય આને નિયમિત રીતે ખરીદતો નહતો.

મારકોસના જણાવ્યા મુજબ, કેટલાક લોકો (કેરળથી) જીતી રહ્યા છે અને હું દરેક વખતે એ આશા યથાવત રાખુ છું, પરંતુ આ વખતે મને લાગી રહ્યુ હતું કે હું જીતીશ. મારકોસે જણાવ્યુ કે, આ પાંચમી તક હતી જ્યારે મેં ટિકિટ ખરીદી. લોટરીની રકમના ઉપયોગ અંગે તેણે જણાવ્યુ કે, મારી પત્ની અને બે બાળકો કેરળમાં છે. અહીં મારા પર પહેલાથી જ થોડુ દેવુ હતુ અને મેં હાલમાં જ કેટલીક લોન લીધી છે. હજી મેં કોઈ નિર્ણય નથી લીધો કે, જીતેલી રકમનુ શું કરીશ. પરંતુ આ લોનની ચુકવણી મારી પ્રાથમિક્તા હશે. મારકોસે એક કરોડ દિરહમ (૨૭.૨ લાખ અમેરિકી ડોલર)નો જેકપોટ જીત્યો છે. ગત મહિને એક અન્ય ભારતીય મોહમ્મદ કુન્હી મય્યાલાએ અબુધાબીમાં ટિકિટ ખરીદી હતી અને તે ૭૦ લાખ દીરહમ જેકપોટ જીત્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.