પુર તાંડવ : ૧૨ લાખથી પણ વધારે લોકો સકંજામાં આવ્યા

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર તેમજ અન્ય કેટલાક રાજ્યોમાં હાલત કફોડી : કેરળમાં ૫૦ લોકો હજુ લાપતા : અહેવાલ
By: admin   PUBLISHED: Tue, 13 Aug 2019 12:34:12 +0530 | UPDATED: Tue, 13 Aug 2019 12:34:12 +0530

એકલા કેરળમાં મોતનો આંકડો વધીને ૮૫ થયો

દેશના જુદા જુદા ભાગોમાં પુરતાંડવ હજુ જારી છે. મોતનો આંકડો ૨૦૦થી પણ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પુરના કારણે જુદા જુદા રાજ્યોમાં ૧૨ લાખથી વધારે લોકોને પ્રતિકુળ અસર થઇ છે. હજુ લાખો લોકો પુરના સકંજામાં છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઉતરી રહ્યા હોવા છતાં લોકોને હજુ રાહત મળી નથી. દરમિયાન ઉત્તરાખંડ અને જમ્મુમાં પણ ભારે વરસાદ થયો છે. અહીં ભેંખડો ધસી પડવાની ઘટનામાં નવ લોકોના મોત થયા છે.

આવી જ રીતે બંગાળ અને ઓરિસ્સામાં પાંચ લોકોના મોત થયા છે. કેરળમાં મોતનો આંકડો વધીને ૯૦ ઉપર પહોંચી ગયો છે. જ્યારે કર્ણાટકમાં ૫૦ ઉપર પહોંચી ગયો છે. કેરળમાં હજુ ૫૦ લોકો લાપતા થયા છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી જારી રહી છે. એકલા કેરળમાં જ ઓછામાં ઓછા ૯૦ લોકોના મોત થઇ ચુક્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે.

લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.કેરળમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બીજા ૧૦ લોકોના મૃતદેહો મળતા  મોતનો આંકડો વધીને ૯૦ ઉપર પહોંચી ચુક્યો છે. કેરળના સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે. કેરળના જે સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે તેમાં એર્નાકુલમ, ઇડુકી, પલક્કડનો સમાવેશ થાય છે. એનડીઆરએફની ૧૩ ટીમો કેરળ પહોંચી ચુકી છે. એર્નાકુલમમાં લોકોના ઘરમાં ઘુસેલા પાણીને દુર કરવામાં આવી રહ્યા છે. 

કોઝિકોડમાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. કોચિ એરપોર્ટ ખાતે કામગીરી આંશિકરીતે ફરી શરૂ કરવામાં આવી છે. કેરળમાં વર્ષ ૨૦૧૮માં પણ ભારે વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૮માં ૪૧૭ લોકોના મોત થયા હતા. તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં મુખ્યપ્રધાન હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી રહ્યા છે. અહીં ૨.૪૭ લાખથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. પરિવહન સેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠપ્પ થઇ ચુકી છે.

કેરળમાં ૧૪ જિલ્લા માટે આજે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે છ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ રાહત કેમ્પોની મુલાકાત લીધી છે. કેરળમાં હજુ ભારે વરસાદ થઇ શકે છે. ૧૬૩૯ રાહત કેમ્પોમાં ૨.૪૭  લાખ લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજયન દ્વારા આર્મીની મદદ લેવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે વધારાની એનડીઆરએફની ટીમ આપવાની માંગ કરવામાં આવી છે. હવામાન વિભાગે ૧૪મી ઓગષ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

બીજી બાજુ  ભારે વરસાદ વચ્ચે કર્ણાટકમાં પણ લોકોની હાલત ખરાબ છે. કર્ણાટકમાં હજુ સુધી ૫૦ લોકોના મોત થયા છે.૧૨ લોકો હજુ લાપતા થયેલા છે. મુખ્યપ્રધાન બીએસ યેદીયુરપ્પા દ્વારા પુર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં મકાનો ગુમાવી દેનાર માટે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી છે.  કર્ણાટકના ૧૭ જિલ્લાઓમાં પુરની સ્થિતિ રહેલી છે. ૫૮૧૭૦૨ લોકોને સુરક્ષિતરીતે ખસેડવામાં આવી ચુક્યા છે. કર્ણાટકમાં ૧૧૬૮ રાહત કેમ્પોમાં  મોટી સંખ્યામાં લોકોને રાખવામાં આવ્યા છે. 

એનડીઆરએફની ૨૦ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. સેનાની ૧૦ ટીમો, નોકાસેનાની પાંચ ટીમો લાગેલી છે. કર્ણાટકમાં યેદીયુરપ્પાની ભાજપ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી ૩૦૦૦ કરોડ રૂપિયાની સહાયતાની માંગ કરી છે.  છ જિલ્લામાં એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે.કર્ણાટકમાં પહેલી ઓગષ્ટ બાદથી ૫૦  લોકોના મોત થઇ ચુક્યા છે. ૧૧ લોકો લાપતા દર્શાવવામાં આઈવી રહ્યા છે.  બચાવ અને રાહત કામગીરી દિનપ્રતિદિન વધુને વધુ ઝડપી કરવામાં આવી છે.

મુંબઇથી પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સ્થિતિમાં આંશિક સુધારો થયો છે પરંતુ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં પુર અને ભારે વરસાદથી હજુ સુધી ૪૫ લોકોના મોત થઇ ચુક્યા છે. સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, પુણે અને સતારામાં ફસાયેલા ૨૦૫૫૯૧ લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા છે. કોલ્હાપુરમાં ૪.૦૪ લાખ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. મુંબઇને કોલ્હાપુર સાથે જોડનાર નેશનલ હાઇવે હજુ પણ બંધ હાલતમાં છે. જેના પરિણામસ્વરૂપે ખેડ, સતારા, અને કરાડ તરફ જતા ૩૦ હજાર ભારે વાહનોની લાઇનો લાગી ગઇ છે.

આ વાહનો જુદા જુદા સ્થળ પર અટવાયા છે. પશ્ચિમી મહારાષ્ટ્રમાં ૨.૮૫ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સાંગલીમાં નવ લોકો હજુ પણ લાપતા છે. કોલ્હાપુરમાં પણ અનેક લોકો હાલ લાપતા છે. મહારાષ્ટ્રમાં ૩૭૨ લોકોને રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

અસરગ્રસ્ત રાજ્યોમાં પુર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે.મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરના  ૩૫ ગામો સંપર્ક વિહોણા થયેલા છે. કોલ્હાપુરના પંચગંગા પુલને વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં પુરના કારણે હાલત કફોડી બનેલી છે. .

 

પુરની સ્થિતી ગંભીર....મોટી સંખ્યામાં લોકો લાપતા છે

દેશના જુદા જુદા ભાગોમાં પુરતાંડવ હજુ જારી છે. મોતનો આંકડો ૨૦૦થી પણ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પુરના કારણે જુદા જુદા રાજ્યોમાં ૧૨ લાખથી વધારે લોકોને પ્રતિકુળ અસર થઇ છે. હજુ લાખો લોકો પુરના સકંજામાં છે.

પુરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઉતરી રહ્યા હોવા છતાં લોકોને હજુ રાહત મળી નથી. દરમિયાન ઉત્તરાખંડ અને જમ્મુમાં પણ ભારે વરસાદ થયો છે. અહીં ભેંખડો ધસી પડવાની ઘટનામાં નવ લોકોના મોત થયા છે. આવી જ રીતે બંગાળ અને ઓરિસ્સામાં પાંચ લોકોના મોત થયા છે. રાજ્યોમાં સ્થિતિ નીચે મુજબ છે.

કેરળ

લોકોના મોત…/૯૦

અસરગ્રસ્ત જિલ્લા…/૨૦

લોકોને સુરક્ષિત ખસેડાયા…/૨.૪૭  લાખ

એનડીઆરએફની ટીમ…/૧૩

રાહત કેમ્પની સંખ્યા…/૧૬૩૯

કેમ્પોમાં રહેલા લોકો…/૧.૮૦ લાખ

કોમ્યુનિટી કિચન        …/૧૧૧૬

લાપતા લોકોની સંખ્યા…/૫૦

કર્ણાટક

લોકોના મોત…/૪૮

લોકોના મોત…/૧૨

લોકોને સુરક્ષિત ખસેડાયા…/૫૮૨૭૦૨

એનડીઆરએફની ટીમ…/૨૦

રાહત કેમ્પની સંખ્યા…/૧૧૬૮

કેમ્પોમાં રહેલા લોકો…/૨.૧૮ લાખ

અસરગ્રસ્ત જિલ્લા…/૧૭

અસરગ્રસ્ત ગામ…/૨૦૨૮

મહારાષ્ટ્ર

પુરથી લોકોના મોત…/૪૫

સુરક્ષિત સ્થળે ખસેડાયા…/૪.૦૪ લાખ

સૌથી વધુ ગ્રસ્ત કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, સતારા

એનડીઆરએફની ટીમ…/૨૦થી વધારે

રાહત કેમ્પોની સંખ્યા…/૩૭૨

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.