બે વર્ષ સુધી અર્થવ્યવસ્થામાં સુધારાના કોઇ જ સંકેત નથી

જીડીપી વૃદ્ધિ દરના અંદાજ ઘટાડીને ૫.૫ ટકા કરી દેવાયો
By: admin   PUBLISHED: Tue, 05 Nov 2019 14:48:32 +0530 | UPDATED: Tue, 05 Nov 2019 14:48:32 +0530

ફિચ રેટિગ્સ દ્વારા ચેતવણી જારી કરવામાં આવી

ફિચ રેટિગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાયન કોલ્ટને ચેતવણી આપતા કહ્યુ છે કે આગામી બે વર્ષ સુધી ભારતીય અર્થવ્યવસ્થામાં કોઇ સુધારા થનાર નથી. એનો અર્થ એ થયો કે આર્થિક મંદીની અસર હાલમાં બે વર્ષ સુધી રહી શકે છે. ફિચ રેટિંગ્સ દ્વારા ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ ચિંતા વધી ગઇ છે.


જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને ૫.૫ ટકા કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ છે કે આગામી બે વર્ષ સુધી ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કોઇ સંકેત મળી રહ્યા નથી. સાથે સાથે ફિચ રેટિગ્સે ચાલુ નાણાંકીય વર્ષ માટે જ ફિચ રેટિંગ્સે ચેતવણી આપી હતી. ચાલુ નાણાંકીય વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર અનુમાનને ઘટાડીને ૫.૫ ટકા કરી દેવામાં આવ્યો છે. તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થી પહેલાના જ અંદાજ કરતા ઓછો છે.

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના પહેલાથી જ સુધારેલો અંદાજ ૬.૧ ટકા રહ્યો છે. એજન્સીએ આની પાછળ મુખ્ય કારણ તરીકે બજારમાં પૈસાની કમી તરીકે ગણાવ્યુ છે. આ કમી મુખ્ય રીતે બિન સરકારી બેકિંગ નાણાંકીય સંસ્થાઓની લોન આપવાની ક્ષમતામાં ઘટાડો છે. બ્રાયન કોલ્ટને કહ્યુ છે કે છેલ્લા નાણાંકીય વર્ષની તુલનામાં ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતમાં નવી લોનને લઇને ત્રણ પોઇન્ટનો ઘટાડો આવી શકે છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.