નાણામંત્રીનું કદ રીઝર્વ બેંકના ગવર્નર કરતાં ઉંચુ : મનમોહન સિંહ

રીઝર્વ બેંકના ગવર્નરે નાણામંત્રીનું કહ્યું માનવું પડે : મનમોહનસિંહ
By: Monika Vyas   PUBLISHED: Wed, 07 Nov 2018 14:47:05 +0530 | UPDATED: Mon, 12 Nov 2018 16:17:13 +0530


નવી દિલ્હી

આરબીઆઈ ગવર્નર ઉર્જીત પટેલ અને નાણાં મંત્રી અરૂણ જેટલી વચ્ચે ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના એક નિવેદનની હાલ ચર્ચા ચાલી રહી છે. પૂર્વ વડાપ્રધાન અને રીઝર્વ બેંકના ગવર્નર રહી ચુકેલાં મનમોહનસિંહે પોતાની પુત્રી દમનસિંહના પુસ્તક સ્ટ્રિક્ટલી પર્સનલ : મનમોહન ગુરુશરણ માં ઉલ્લેખ કર્યો હતો કે, નાણાં મંત્રીનો દરજ્જા હંમેશાથી આરબીઆઈના ગવર્નરથી ઉપર હોય છે અને આને કોઈપણ રીતે ફગાવી કે નકારી શકાય તેમ નથી. આ પુસ્તક પ્રથમ વખત ૨૦૧૪માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 

કોંગ્રેસના નેતા મનમોહસિંહનું આ સ્ટેટમેન્ટ ભાજપની મોદી સરકારને ફાયદો કરાવી શકે તેમ છે.

આરબીઆઈમાં પોતાના દિવસોને યાદ કરતા મનમોહનસિંહે જણાવ્યું હતું કે, આ હંમેશાથી જ ગિવ એન્ડ ટેકવાળો સંબંધ રહે છે અને મારે કોઈપણ નિર્ણય લેતા પહેલા સરકારને વિશ્વાસમાં લેવી પડતી હતી. રીઝર્વ બેંકના ગવર્નર નાણાં મંત્રી કરતા ઉપર ન હોઈ શકે. નાણાં મંત્રીના આદેશને રીઝર્વ બેંકના ગવર્નર ટાળી શકે નહીં. જો ગવર્નર(ઉર્જીત પટેલ)નું મન નોકરી છોડવાનું છે તો કદાચ તે આમ કરી શકે છે.

 ભૂતપૂર્વ વડાપ્રધાન જે પોતે નાણાં મંત્રી અને રીઝર્વ બેંકના ગવર્નર પણ રહી ચુક્યા છે, તેમનુ આ નિવેદન વર્તમાન સ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોદી સરકાર અને રીઝર્વ બેંક વચ્ચે હાલ અણબનાવની સ્થિતિ ચાલી રહી છે, જે જગજાહેર થઈ ચુકી છે અને આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ તથા નાણાં મંત્રી જેટલી બન્ને એકબીજા પર કટાક્ષ પણ કરી ચુક્યા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.