ખેડુતોને મોટી રાહત : દાળની આયાતને ઓછી કરવા ફેંસલો

હાલ નુકસાનમાં ચાલી રહેલ ખેડુતોને સીધો ફાયદો થશે
By: admin   PUBLISHED: Fri, 12 Jul 2019 17:00:08 +0530 | UPDATED: Fri, 12 Jul 2019 17:00:08 +0530

દેશમાં દર વર્ષે ૨૫૦ લાખ ટન દાળનો ઉપયોગ

નિર્ધારિત લઘુત્તમ સમર્થન મુલ્ય (એમએસપી) કરતા પણ ઓછા ભાવે દાળનુ વેચાણ કરી રહેલા ખેડુતોને હવે રાહત મળવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે સરકારે હવે દાળની આયાતને ઘટાડી દેવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે દેશમાં દાળની આયાત વર્ષ ૨૦૧૬-૧૭માં ૬૬ લાખ ટનની તુલનામાં રેકોર્ડ ૧૦ લાખ ટન સુધી રહી શકે છે. જેથી લાંબા સમયથી નુકસાનમાં ચાલી રહેલા ખેડુતોને સીધી ફાયજો થનાર છે. દાળનુ ઉત્પાદન કરતા ખેડુતોને લાંબા સમય બાદ હવે સીધી ફાયદો થનાર છે.

દેશમાં સતત દળનો ઉપયોગ વધી રહ્યો  છે. જો કે આ વર્ષે ઉત્પાદન ગયા વર્ષની તુલનામાં ઓછુ રહેવાની શક્યતા દેખાઇ રહી છે. આ વર્ષે હજુ સુધીના તમામ આંકડા દર્શાવે છે કે દાળની વાવણી માત્ર ૭.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે આ આંકડો ૨૭.૯ લાખ હેક્ટર વિસ્તારમાં રહ્યો હતો. આવી સ્થિતીમાં સ્વાભાવિક રીતે જ દાળનુ ઉત્પાદન ઘટી જવાની શક્યતા છે. ભારતમાંથી આયાતમાં સતત ઘટાડો થયા બાદ વિદેશી ઉત્પાદકોએ પણ તુવેરની વાવણી ઘટાડી દીધી છે. જેના લીધે વૈશ્વિક બજારોમાં તુવેરની ઉપલબ્ધતા ઓછી થઇ રહી છે.

છેલ્લા કેટલાક મહિનામાં દાળની કિંમતોમાં વધારો થયો છે. જો કે તેની કિંમતોને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા બનતા તમામ  પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સીધો ફાયદો પણ થઇ રહ્યો છે. હવે સરકારે આયાતને ઘટાડી દેવાનો નિર્ણય કર્યા બાદ તેની અસર રહેશે. ખેડુતોને સીધી રીતેા ફાયદો થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડુતોને દાળના મામલે નુકસાન થઇ રહ્યુ છે. ખેડુતોને મજબુરીમાં નિર્ધારિત લઘુતમ સમર્થન મુલ્ય કરતા પણ કેટલીક વખત ઓછી કિંમતો દાળનુ વેચાણ કરવાની ફરજ પડી રહી હતી.

હવે આવા ખેડુતોને વધારે નુકસાન ન થાય તે દિશામાં પહેલ થઇ રહી છે. સરકાર કોઇ પણ રીતે ખેડુતોને તેમની આવક બે ગણી થાય તે દિશામાં પહેલ કરી રહી છે.  તમામ લોકો જાણે છે કે થોડાક વર્ષ પહેલા દાળની કિંમતોને લઇને દેશમાં ભારે દેખાવ કરવામા ંઆવ્યા હતા. એ વખતે દાળના ભાવ રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ગયા હતા. સામાન્ય અને ગરીબ લોકોની થાળીમાંથી દાળ આઉટ થઇ જતા આની ચર્ચા છેડાઇ ગઇ હતી. જો કે ત્યારબાદ સરકારે વિવિધ પગલા લેવાની શરૂઆત કરવામાં આવી હતી અને આજે કિંમતો વધી હોવા છતાં સ્થિતી કાબુ બહાર નથી.

દાળની કિંમત ૧૦૦ રૂપિયાથી વધારે .....

છેલ્લા કેટલાક મહિનાના ગાળામાં દાળની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. દાળની કિંમતમાં સતત વધારો થવાના કારણે આવનાર દિવસોમાં લોકોની હાલત વધારે ખરાબ થઇ શકે છે. ૮૦ રૂપિયા સુધી વેચાનાર દાળની કિંમત હવે ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. કિંમતો પર અંકુશ મેળવી લેવા માટે બફર સ્ટોકથી જુનમાં બે લાખ ટન અડદ દાળનો જથ્થો ઉપાડી લેવામાં આવ્યો છે. દેશમાં ખેડુતોને લાભ મળે તે દિશામાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

આયાતમાં રેકોર્ડ ઘટાડો કરવામાં આવ્યા બાદ આવનાર દિવસોમાં સ્થિતી હળવી  બની શકે છે. લોકોને ફાયદો થશે. ખાસ કરીને ખેડુતોને ફાયદો થનાર છે. નુકસાનમાં ચાલી રહેલા ખેડુતોને હવે ઉત્પાદનમાં વધારો કરી દેવાની જરૂર દેખાઇ રહી છે. દાળ ભારતીય લોકોના પસંદગીના ભોજનમાં રહે છે. સરકાર કિંમતોને અંકુશમાં રાખવા માટે બનતા તમામ પ્રયાસો કરવા માટે કટિબદ્ધ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.