ફેસએપનો ઉપયોગ કરતાં પહેલાં આટલું જરૂર વાંચો

દુનિયામાં ભારે ઉત્સુકતા જગાવતી ફેસએપ શું છે...
By: Monika Vyas   PUBLISHED: Tue, 30 Jul 2019 17:26:59 +0530 | UPDATED: Tue, 30 Jul 2019 17:26:59 +0530


અમદાવાદ

સોશિયલ મિડિયાના યુઝર્સમાં ઝડપથી ફેમસ થઇ રહેલ ફેસએપને લઇને ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે.  આંકડા દર્શાવે છે કે ફેસએપ સર્વર પર ૧૫ કરોડથી વધારે ફોટો આવી ચુક્યા છે. વ્યક્તિની ઉમર થતાં તે કેવી દેખાય છે તે ફેસએપ દ્રારા જોવા મળે છે.

રશિયન એપ્લીકેશન એવી  ફેસએપની લોકપ્રિયતાનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે છેલ્લા ૧૦ દિવસના ગાળામાં જ ગુગલ એપ સ્ટોરથી ૧૦ કરોડથી વધારે વખત તેને ડાઉનલોડ કરવામાં આવી છે.

જો કે ફેસએપના કારણે ખાનગી માહિતી લીક થવાને લઇને સવાલ પણ ઉઠી રહ્યા છે.. આ એપના કારણે યુઝર્સની માહિતી કેટલી હદ સુધી સુરક્ષિત રહે છે તેને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે.

કઇ રીતે આ એપ કામ કરે છે તેની વાત કરવામાં આવે તો આ એપ લોકોને વૃદ્ધ અથવા તો વધારે વયવાળા દેખાવવા માટે ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરે છે. આ એક પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે.

આ એપના ઉપયોગ માટે કેટલીક શરતો અને નિયમો રહેલા છે. તેની પહેલા મંજુરી લેવામાં આવે છે. ફેસએપની સર્વિસ પોલીસીમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે ફેસએપ યુઝર તેમને પોતાના ફોટોનો દુનિયામાં ઉપયોગ કરવા માટે એક પ્રકારે લાયસન્સ આપે છે.આનો અર્થ એ થયો કે જો વ્યક્તિ એક વખત ફોટો એડિટ કરવા માટે આ એપનો ઉપયોગ કરે  તો કંપની તે વ્યક્તિના ફોટોનો ઉપયોગ ક્યારેય પણ પોતાના પ્રચાર માટે કરી શકે છે. હવે ફેસએપના એડિટેડ વર્જનમાં કહેવામાં આવી રહ્યુ છે કે જે તે વ્યક્તિના અપલોડ થયેલા ફોટોને તે તેમના સર્વર પર સ્ટોર કરીને રાખશે.

જો કે ફેસએપના સીઇઓ યારોસ્લાવ ગોન્ચારોવે દાવો કર્યો છે કે કોઇ પણ ફોટો ૪૮ કલાક કરતા વધારે સમય સુધી સર્વર પર રાખવામાં આવશે નહીં. તેમ છતાં કહેવામાં આવી રહ્યુ છે કે આને લઇને કંઇ પણ કહી શકાય તેમ નથી. કારણ કે એપની શરતો અને નિયમો એ પ્રકારના રહેલા છે. ફેસએપની નીતિમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે તે વ્યક્તિની આપવામાં આવેલી માહિતીને કોઇ બીજી વ્યક્તિ સાથે શેયર કરી શકે છે. કોઇ બીજા દેશના લોકો સાથે પણ માહિતીને શેયર કરી શકે છે.

આમ, સુરક્ષાને ફેસએપ લઇને સંપૂર્ણ ખાતરી આપવાની સ્થિતિમાં નથી. એટલે કે ફેસબુક મારફતે ફેસ એપ લોગીન કરવામાં આવે તો એપ યુઝરના ઇમેલ, સંપર્ક નંબર, ફોન મોડલ, મોબાઇલનો આઇએમઇઆઇ નંબરની માહિતી મેળવી લે છે.

એટલે કે સમગ્ર ફેસએપ અથવા તો તેના એક હિસ્સાને વેચી દેવામાં આવે તો એપનો ઉપયોગ કરનારની ખાનગી માહિતી અને ફોટો ખરીદનારની પાસે પહોંચી શકે છે. એટલુ જ નહીં બલ્કે વ્યક્તિ પોતાના એકાઉન્ટ ડિલિટ કરી દે તો પણ ફેસએપને આપવામાં આવેલી માહિતી તેને તેની પાસે સ્ટોર કરવાની મંજુરી અને અધિકાર આપે છે. આનો અર્થ એ થયો કે ફેસએપને લઇને ખુબ સાવધાની જરૂરી છે. તે ફેસટ્રેપ તરીકે સાબિત થઇ શકે છે.

 સોશિયલ મિડિયા પર ફેસએપના મામલે સોશિયલ મિડિયા પર હાલમાં ભારે ચર્ચા છેડાઇ ગઇ છે. કારણ કે જે રીતે પ્રાઇવેસીને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે તેના કારણે હવે લોકો વધારે સાવધાન થઇ ગયા છે. ફેસએપને લઇને ભવિષ્યમાં વધારે ચર્ચા રહે અને વિવાદો પણ થાય તેવી શક્યતાને કોઇ રીતે નિષ્ણાંતો નકારી શકતા નથી.

ફેસએપને  રશિયન કંપની વાયરલેસ લેબ દ્વારા આઇઓએસ અને એન્ડ્રોઇડ માટે આ એપ્લીકેશન વિકસિત કરવામાં આવી છે. જેમાં ફોટોગ્રાફમાં ચહેરાના હાઇલી રિયાલીસ્ટીક ટ્રાન્સફોર્મેશન જનરેટ કરવામાં આવે છે. આ એપ ચહેરાને  યુવા, વૃદ્ધ બનાવી શકે છે. જેન્ડર પણ બદલી શકાય છે.

જાન્યુઆરી ૨૦૧૭માં આઇઓએસ પર આને લોંચ કરવામાં આવ્યા બાદ તેના પર વધારે ધ્યાન કરવામાં આવ્યુ હતુ. આ એપમાં મલ્ટીપલ વિકલ્પ રહેલા છે. જેના ભાગરૂપે વયમાં બદલી કરી શકાય છે. હેર કલર બદલી શકાય છે. હેસ્ટાઇલ બદલી શકાય છે. વય જુદી જુદી દર્શાવી શકાય છે. એપના અન્ય પાર્ટમાં ફિલ્ટર્સ, લેન્સ પણ રહેલા છે. જેન્ડર ચેન્જ ઓપ્શન હોવાના કારણે સજાતિય લોકો પણ આકર્ષિત થયા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.